અરવલ્લી જીલ્લામાં આજે પ્રજાસત્તાક દિન નિમિતે એક કરુણ ઘટના બની છે. મોડાસા તાલુકાના સરડોઈની હાઈસ્કૂલમાં રાગીણી પટેલ નામના શિક્ષિકા સવારના સમયે ધ્વજવંદન કરવા માટે જઈ રહ્યા હતા તે દરમિયાન તેની કારનું ટાયર ફાટતા કાર અન્ય કાર સાથે ટકરાઈ હતી અને ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં શિક્ષિકાનું મૃત્યુ નીપજતા અરેરાટી મચી જવા પામી છે.
#Gujarat #arvalli #News #Khabargujarat
અરવલ્લી જીલ્લામાં શિક્ષિકા પ્રજાસત્તાક દિવસની ઉજવણી માટે શાળાએ જતાં હતા ત્યારે કારનું ટાયર ફાટતા બે કાર વચ્ચે અક્સ્માતમાં શિક્ષિકાનું મોત pic.twitter.com/ZFCTvNuT9I
— Khabar Gujarat (@khabargujarat) January 26, 2022
આ ઘટના અંગે જાણ થતા જ પોલીસે ઘટના સ્થળે પહોચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અકસ્માતના પગલે કાર ભાંગીને ભુક્કો થઇ ગઈ હતી.