આ વખતના સંસદના બજેટ સત્રમાં કોવિડ-19 પ્રોટોકોલ ફરીથી લાગુ કરવામાં આવશે. રાજ્યસભાની કાર્યવાહી સવારે 9 વાગ્યે જ્યારે લોકસભાની કાર્યવાહી સાંજે ચાર વાગ્યે શરૃ થશે. રાષ્ટ્રપતિ 31 જાન્યુઆરીએ ભાષણ આપશે અને જ્યારે પહેલી ફેબુ્રઆરીએ બજેટ રજૂ કરવામાં આવશે. ઉલ્લેખનિય છે કે બજેટ સત્ર અગાઉથી જ રાજ્યસભાના ચેરમેન અને દેશના ઉપ રાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુ કોરોનાથી સંક્રમિત થઇ ગયા છે. આ ઉપરાંત સંસદના 875 કર્મચારીઓ પણ કોરોનાની ચપેટમાં આવી ગયા છે. ઉપરાષ્ટ્રપતિ સચિવાલયે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે હૈદરાબાદમાં ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુનો હૈદરાબાદમાં કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. રાજ્યસભા અધ્યક્ષે પોતાના એક સપ્તાહ માટે ક્વોરન્ટાઇન કરી લીધા છે. વાસ્તવમાં શિયાળુ સત્ર અગાઉ સંસદના 2847 કર્મચારીઓનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. આ તપાસ અભિયાનમાં 20 જાન્યુઆરી સુધીમાં 875 કર્મચારીઓ અને અધિકારીઓના રિપોર્ટ પોઝિટીવ આવ્યા છે.