સોશિયલ મીડિયામાં એક વિડીઓ વાયરલ થઇ રહ્યો છે જેને જોઈને લોકો આશ્ચર્યમાં મુકાયા છે. કારણકે એક યુવક ગીરનારનો વૈભવ ટૂંક ગણતરીની સેકેન્ડોમાં ચઢી જાય છે. જુનાગઢમાં ઘણા એવા મંદિરો છે જ્યાં પહોચવું મુશ્કેલ છે. જેમાંથી એક છે ભૈરવ ટૂંક કાળભૈરવના દર્શન કરવાએ ઘણું મુશ્કેલ કામ છે કારણકે ટેકરી પર આવેલા મંદિરે પહોચવા પગથીયા જ નથી તેવામાં એક શ્રદ્ધાળુ ભૈરવ ટૂંક પર આસાનીથી 2 મિનીટમાં ચઢી જાય છે.
#gujarat #girnar #Vrialvideo #Video
ગણતરીની મિનીટમાં ગિરનારનો ભૈરવ ટૂંક ચઢી ગયો યુવક !
સોશિયલ મીડિયામાં વિડીઓ વાયરલ pic.twitter.com/ePwkPNR1tt
— Khabar Gujarat (@khabargujarat) January 24, 2022
આ શ્રદ્ધાળુ જાણે કે સામાન્ય રસ્તા પર ચાલતો હોય તેમ ગીરનાર પર્વત પર ચડી જાય છે. કોઇ પણ પ્રકારનો ડર રાખ્યા વિના જેટલી સહેલાઇથી ચડે છે એટલી જ સહેલાઇથી ઉતરી પણ જાય છે.