Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગરની મહિલાને સાસરિયાઓ દ્વારા ત્રાસની ફરિયાદ

જામનગરની મહિલાને સાસરિયાઓ દ્વારા ત્રાસની ફરિયાદ

- Advertisement -

જામનગરની મહિલાને સાસરીયાઓ એ ઘર કામકાજ બાબતે ઝઘડા કરી અપશબ્દો બોલી ઘરખર્ચના રૂપિયા નહિ આપી મહિલાને મારકૂટ કરી પહેરેલ કપડે કાઢી મુક્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

- Advertisement -

જામનગર શહેરમાં પ્રજાપતિ વાડી મયુરનગર શેરી નં-2 માં રહેતી પ્રિયાબેન (ઉ.વ. 24) નામની મહિલાના જીગરભાઈ સોલંકી સાથે લગ્ન થયા હતા. તેણીને અમદાવાદ રહેતા તેના પતિ જીગરભાઈ સોલંકી, સાસુ વસંતીબેન સોલંકી, તથા કાકાજી સસરા દિનેશભાઈ કરશનભાઈ સોલંકી, ભુપેન્દ્રભાઈ કરશનભાઈ સોલંકી તથા જીતુભાઈ કરશનભાઈ સોલંકી લગ્નજીવન દરમ્યાન નાની નાની વાતમાં તથા ઘર કામકાજ બાબતે અવારનવાર ઝઘડા કરી અપશબ્દો બોલતા હતા. અને શારીરિક માનસિક ત્રાસ આપતા હતા. તેમજ ઘરખર્ચના રૂપિયા નહિ આપી મહિલાને મારકૂટ કરી પહેરેલ કપડે કાઢી મૂકી હોવાની જામનગરમાં મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે પતિ, સાસુ અને કાકાજી સસરા સામે ગુનો નોંધી પી.એસ.આઈ. કે.એન.જાડેજાએ તપાસ હાથ ધરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular