જામનગરમાં રણજીતસાગર રોડ પાસે મારવાડી વાસ વિસ્તારમાં પોલીસે રેઈડ દરમિયાન 100 રૂ ની કિમતનો 5 લિટર દેશી દારૂ, 30 લિટર દેશી દારૂ બનાવવાનો આથો સહીતના મુદ્દામાલ કબ્જે કરી એક મહિલા વિરુધ કાર્યવાહી કરી હતી.
આ દરોડા અંગેની વિગત મુજબ, જામનગરમાં રણજીતસાગર રોડ ઉપર અંબે માતાજીના મંદિરની સામે મારવાડી વાસ વિસ્તારમાં ડાયબેન મનજીભાઈ રાઠોડના ઝુપડે પોલીસે રેઈડ દરમિયાન રૂા.100 ની કિંમતનો 5 લીટર દેશી દારૂ તથા રૂા.60 ની કિંમતનો 30 લીટર દારૂ બનાવવાનો આથો સહીતનો મુદ્દામાલ કબ્જે કરી મહિલા વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.