INS વાલસુરા ખાતે સધર્ન નેવલ કમાન્ડના છત્ર હેઠળ સમકાલિન મુદ્દા ‘ભારતીય નૌસેના માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)નો ઉપયોગ’ પર ત્રણ દિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. ગૂગલ, IBM, ઇન્ફોસિસ અને TCS જેવી પ્રતિષ્ઠિત IT કંપનીઓના વક્તાઓએ અહીં ઉદ્યોગજગતના પ્રરિપ્રેક્ષ્ય રજૂ કર્યા હતા. સાથે સાથે, IIT દિલ્હી, ન્યૂયોર્ક યુનિવર્સિટી, અમૃતા યુનવિર્સિટી અને DA-IICT જેવી ખ્યાતનામ સંસ્થાઓના શિક્ષણવિદોએ તાજેતરના ટ્રેન્ડ્સ અને AIના અમલીકરણ વિશે વાત કરી હતી. મુખ્ય સંબોધન સધર્ન નેવલ કમાન્ડના ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ વાઇસ એડમિરલ એમ.એ. હમ્પિહોલી, AVSM, NM દ્વારા આપવામાં આવ્યું હતું. તેમણે આ મુખ્ય ટેકનોલોજીના વ્યૂહાત્મક મહત્વ અને ભારતીય નૌસેનામાં તેના અમલીકરણ પર વિશેષ ભાર મૂક્યો હતો. અહીં યોજવામાં આવેલા વેબિનારમાં સમગ્ર દેશમાંથી 500થી વધુ સહભાગીઓએ ભાગ લીધો હતો