જામજોધપુર તાલુકા પંચાયત વર્ગ-4ના કમૃચારી અજયભાઇને માનસિક ત્રાસ આપવા માટે તાલુકા પંચાયતના જ જવાબદાર ઇન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારી તથા અન્ય સંબંધિત કર્મચારી દ્વારા કર્મચારીની જાન્યુઆરીની 2021થી માર્ચ 2021 સુધીની કપાત પગારની રજા અગાઉની તારીખ ખોટા નંબર નાખી તારીખ દર્શાવી જે સમયના ઇન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારી ચૌહાણ પાસે આ કર્મચારીને ડરાવી-ધમકાવી ગાંધીનગર મુકામે આ કર્મચારીને તા. 20-10-21ના રોજ મોકલી અગાઉની તારીખ એટલે કે તા. 1-4-21ના સહી કરાવી ખોટી રીતે કપાત પગારની રજા ઠરાવવામાં આવેલ આ બાબતે અપીલ અરજી કરેલ હોવા છતાં આ કર્મચારીઓ ખુલ્લા પડી જાય તેમ હોય, આજ દિવસ સુધી જિલ્લા પંચાયત કચેરી-જામનગરને આ અપીલ અરજી મોકલવામાં આવેલ નથી.
આ કર્મચારી જૂન-21થી ઓકટો. માસની તા. 13 સુધી ગેરહાજર હતાં જે અંગે કર્મચારીએ પોતે પોતાની પત્નિ બિમાર હોવા અંગે કાગળો સાથે રજા મંજૂર કરવા માગણી કરેલ છે. જે રજા મંજૂર કરવા ત્રણ માસથી વધુ સમય થયા છતાં અરજી મંજૂર કરવામાં આવેલ ન હતી અને પગાર પણ ચૂકવેલ નહીં. જેથી આ કર્મચારીની આર્થિક સ્થિત હાલના સંજોગોમાં દયનિય બની ગઇ છે.
તેમજ આ કર્મચારીની તા. 14-10-21થી તા. 26-11-21 સુધી નિયમિત ફરજ બજાવેલ હોવા છતાં દિવાળીના તહેવારો દરેક કર્મચારીને તા. 25-10-21ના રોજ પગાર ચૂકવેલ પરંતુ નાના કર્મચારીને પગાર અને બોનસની રકમ ન ચૂકવતા કર્મચારીની દિવાળી બગાડેલ હતી. આ અંગે કર્મચારીએ જિલ્લાકક્ષાએ ફેકસ દ્વારા રજૂઆત કરતાં કર્મચારીને પગાર ન ચૂકવેલ અંતે આત્મ વિલોપનની ચિમકી આપતા કર્મચારીને પગાર ચૂકવેલ હતાં. કર્મચારીઓ નાણાભીડમાં હોય, તા. 24-11-21થી 12-12-21 સુધી ફરજ પર હાજર રહી શકેલ ન હતાં. જે અંગે ઇન્ચાર્જ ટીડીઓ વાઘેલા દ્વારા નોટીસ પાઠવેલ હતી. જેનો ખુલાસો આ કર્મચારીએ વાસ્તવિક પરિસ્થિતિને અનુરુપ રજૂ કરેલ હતી.
જો આ ખુલાસો માન્ય રખાય તો અધિકારીઓની પોતાની પોલ ખુલી જાય તેમ હોય, અધિકારીએ જણાવેલ કે, ખુલાસો લખાવું તેમ લખો તો માન્ય રાખીશ. આ બાબતે આ કર્મચારીએ ઇન્કાર કરતાં વહીવટી સરળતા માટે તેમની બદલી લાલપુર કરાવી દેતાં તેમજ આ કર્મચારીએ કરેલ ખુલાસો માન્ય રાખવા માટે આ કર્મચારીની આર્થિક પરિસ્થિતિ જાણવા ગેરબંધારણીય રીતે બેંક પાસબુક માગી ટીડીઓ વાઘેલા દ્વારા બંધારણીય અધિકારનું હન્ન કરેલ હતું. જે અંગે આજ સુધી ખુલાસો માન્ય રાખેલ નથી કે, પગાર ચૂકવેલ નથી. કર્મચારીનો પગાર તા. 29-11-21થી 31-12-21 સુધી તાલુકા પંચાયત જામજોધપુર ખાતેથી ચૂકવી શકાય તેમ હોવા છતાં આ કર્મચારીને તા. 28-12-21ના રોજ છૂટા કરવામાં આવેલ હતા. માત્ર તા. 28-12નો પગાર ચૂકવી દિવસ-13નો પગાર વિલંબમાં નાખેલ હતો.
આ કર્મચારીની બદલી જે જગ્યા પર થયેલ હતી તે જગ્યા પર થઇ હોવા છતાં તે જગ્યા પર અગાઉ ફરજ બજાવતા કમૃચારીને તા. 31-12-21 સુધીનો પગાર ચૂકવાયેલ ન હોય, નિયમ મુજબ એક જગ્યા પર બે કર્મચારીનો પગાર ચૂકવી શકાય નહીં. આ કર્મચારીના પગાર બિલ અગાઉ તાલુકા પંચાયત કચેરી લાલપુરમાં રજૂ થયું હતું. તેમાં ફેરફાર થઇ શકે નહીં. આ કર્મચારીને પરેશાન કરવાના હેતુથી કર્મચારીનું લાસ્ટ પે સર્ટિફીકેટ પણ મોકલવામાં આવેલ નથી. જેથી જાન્યુઆરી-2022નો પગાર પણ થાય તેમ નથી. આ કર્મચારીએ જિલ્લા કક્ષાએ ઉગ્ર લેખિત રજૂઆત કરવા છતાંય જવાબદાર કર્મચારી સામે પગલાં લેવાયા નથી. આમ જવાબદાર કર્મચારીની જવાબદારી નક્કી કરી તેઓ રેકર્ડ સાથે છેડછાડ ન કરે તેથી આ જવાબદાર કર્મચારીની તાત્કાલિક અન્ય જગ્યાએ બદલી કરી રેકર્ડ આધારિત તપાસ થાય તેવી માગ પણ કરાઇ છે. ત્યારે જો આ પ્રકરણની ખરેખર ઉંડી તપાસ થાય તો ઉચ્ચ અધિકારી સહિતના અધિકારીઓના પોલંપોલ ખુલી પડી જાય તેમ છે તેવું જામજોધપુર પંથકમાં ચર્ચાઇ રહ્યું છે.