Sunday, December 22, 2024
Homeરાજ્યજામજોધપુરમાંથી દેશી દારૂની ભઠ્ઠીઓ ઝડપાઇ

જામજોધપુરમાંથી દેશી દારૂની ભઠ્ઠીઓ ઝડપાઇ

- Advertisement -

જામજોધપુરમાં ગણેશગારી તળાવની પાળના કાંઠા પાસે ડોકામયડા નેશ વિસ્તારમાં પોલીસે રેઈડ દરમિયાન બે સ્થળોએ દેશી દારૂની ભઠીના સાધનો મળી રૂા.34,760 ના મુદ્દામાલ કબ્જે કરી બે દેશી દારૂના ધંધાર્થીઓની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.

- Advertisement -

આ દરોડા અંગેની વિગત મુજબ, પ્રથમ દરોડો જામજોધપુરમાં ગણેશગારી તળાવની પાળના કાંઠા પાસે ડોકામયડા નેશ વિસ્તારમાં રામા હમીર કોડિયાતર નામનો શખ્સ દેશી દારૂ બનાવતો હોવાની બાતમીના આધારે સ્થાનિક પોલીસે રેઈડ દરમિયાન રૂા.4700 ની કિંમતનો 235 લીટર દેશી દારૂ તથા રૂા.4400 ની કિંમતનો 2200 લીટર દારૂ બનાવવાનો આથો અને ભઠીના સાધનો મળી કુલ રૂા.18210 નો મુદ્દામાલ કબ્જે કરી દારૂ બનાવવાના આથાનો સ્થળ પર જ નાશ કર્યો હતો અને રામા કોડિયાતર તથા સુકા કોડિયાતર નામના બન્ને શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં તેમજ બીજો દરોડો, રાજુ કરશન કોડિયાતરની ભઠી ઉપરથી પોલીસે રૂા.6050 ની કિંમતના દારૂ બનાવવાના સાધનો અને રૂા.6900 ની કિંમતનો 395 લીટર દેશી દારૂ તથા રૂા.3200 ની કિંમતનો 1600 લીટર દારૂ બનાવવાનો આથો જેનો સ્થળ પર જ નાશ કરાયો હતો. દેશી દારૂ સહિત રૂા.16250 ના મુદ્દામાલ કબ્જે કરી રાજુ કોડિયાતરની ધરપકડ માટે શોધખોળ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular