Sunday, December 22, 2024
Homeરાજ્યજામજોધપુરના સંગચિરોડામાંથી તીનપતિ રમતા નવ શખ્સ ઝબ્બે

જામજોધપુરના સંગચિરોડામાંથી તીનપતિ રમતા નવ શખ્સ ઝબ્બે

રૂા.22,670 નો મુદ્દામાલ કબ્જે : જામનગર શહેરમાંથી જૂગાર રમતા 11 શખ્સ ઝડપાયા

- Advertisement -

જામજોધપુર તાલુકાના સંગચિરોડા ગામમાં રહેણાંક મકાનમાંથી તીનપતિનો જૂગાર રમતા નવ શખ્સોને પોલીસે રેઇડ દરમિયાન રૂા.22,670 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જામનગરના નાગેશ્ર્વર વિસ્તારમાં તીનપતિનો જૂગાર રમતા છ શખ્સોને રૂા.10,470 ની રોકડ અને ગંજીપના સાથે તથા ખોડિયારનગર વિસ્તારમાંથી તીનપતિ રમતા પાંચ શખ્સોને રૂા.7460 ની રોકડ સાથે ઝડપી લીધા હતાં.

- Advertisement -

જૂગાર દરોડાની વિગત મુજબ, પ્રથમ દરોડો જામજોધપુર તાલુકાના સંગચિરોડા ગામમાં રહેતા ભૂપતગીરી પ્રેમગર ગોસ્વામી નામના શખ્સ દ્વારા તેના મકાનમાંથી બહારથી માણસો બોલાવી તીનપતિનો જૂગાર રમાડતો હોવાની મળેલી બાતમીના આધારે પીએસઆઈ કે.વી. ઝાલા તથા સ્ટાફે રેઈડ દરમિયાન ભૂપતગીરી પ્રેમગર ગોસ્વામી, વિક્રમ બાલુભા ચાવડા, મહોબતસિંહ અમરસંગ ચાવડા, મહિપતસિંહ અમરસિંહ ડાભી, જયરાજસિંહ બાલુભા ચાવડા, જીવરાજ કરશન સોલંકી, ધ્રુપતસિંહ ખોડુભા ચાવડા, બહાદુરસિંહ તખુભા ચાવડા, મહેન્દ્રસિંહ હરીસિંહ ચાવડા સહિતના નવ શખ્સોને રૂા.10,170 ની રોકડ રકમ અને રૂા.12,500 ની કિંમતના 7 નંગ મોબાઇલ સહિત રૂા.22,670 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

બીજો દરોડો, જામનગર શહેરમાં નાગેશ્ર્વર નદીના પટ વિસ્તારમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા હોવાની બાતમીના આધારે એએસઆઈ એ.સી. નંદા તથા સ્ટાફે રેઈડ દરમિયાન મિલન છગનભાઈ ડોણાસિયા, જીગર ડાયા શિયાર, મહેશ મનસુખ ડોણાસિયા, વિજય સુખા શિયાર, સાગર મનસુખ ડોણાસિયા, સુનિલ રવજી પરમાર નામના છ શખ્સોને રૂા.10,470 ની રોકડ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં. ત્રીજો દરોડો, જામનગર શહેરના ખોડિયારનગરમાં જાહેર રોડ પર જૂગાર રમતા રાયશી આલા ગોજિયા, રણછોડ કાના મકવાણા, રસિક સુખા તંબોલિયા, માલદે પ્રેમજી ચારોલા, પ્રવિણ તુલસી માલકિયા નામના પાંચ શખ્સોને પોલીસે રેઈડ દરમિયાન રૂા.7460 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular