Tuesday, December 24, 2024
Homeરાજ્યરાજકોટમાં પ.પૂ.ભવ્યમુનિજી મહારાજની પાલખી યાત્રા

રાજકોટમાં પ.પૂ.ભવ્યમુનિજી મહારાજની પાલખી યાત્રા

પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિતના જૈન આગેવાનો ઉપસ્થિત : સૌરાષ્ટ્ર-ગુજરાતના અનેક શહેરોમાંથી ભાવિકો દર્શનાર્થે આવ્યા

- Advertisement -

ગોંડલ સંપ્રદાયના જશ પરિવારના સ્થવિર ગુરૂદેવ સ્વ.પરમ પૂજય પ્રેમચંદજી મહારાજ સાહેબના શિષ્યરત્ન અનંત ઉપકારી પરમ પૂજય ગુરૂભગવંત બા.બુ. રાજેશમુનિજી મહારાજ સાહેબના શિષ્યરત્ન પરમ પૂજય ભવ્યમુનિજી મહારાજ સાહેબની અનશન તપની ઉગ્ર આરાધના ઘણા સમયથી ચાલી રહી હતી. તેઓનો તા.19ને બુધવારે 59 મો ઉપવાસ અને સંથારાનો 29મો દિવસ રહ્યો હતો. ત્યારબાદ તેમણે પોષ વદ બીજને તા. 19ને બુધવારે બપોરે 3:20 કલાકે મહાપ્રયાણ કર્યું હતું. તેમની પાલખીયાત્રા શ્રી ઋષભદેવ ઉપાશ્રયથી પ્રારંભ થઇ શાશ્ર્વત એપા., પારસ સોસાયટી, હંસા પ્રોવિઝન, નવીનનગર હોલ, યુનિવર્સિટી રોડ,વોકહાર્ટ પાછળ, ઇન્દીરા સર્કલ, જે.કે. ચોક, શિલ્પન રેવા ફલેટસ, વસંત મારવેલ ફલેટસ, સરિતા વિહાર ચોક, જડડુસ સહિતના રાજમાર્ગો પરથી પસાર થઇ મોટા મૌવા અંતિમધામ ખાતે પૂર્ણ થઇ હતી.

- Advertisement -

ગોંડલ સંપ્રદાય,અજરામર સંપ્રદાય,ગોંડલ સંધાણી સંપ્રદાય,બોટાદ સંપ્રદાય,દરિયાપુરી સંપ્રદાયના પૂ.ગુરૂ ભગવંતો એવમ પૂ.મહાસતીજીઓએ અનશન આરાધક આત્માની ઋષભદેવ સંધમાં પધારી શાતા પુછી સાધુવાદ પાઠવેલ હતા. રાજકોટના વિવીધ સંધોના ગોંડલ, જૂનાગઢ, જામનગર, જેતપુર, કાલાવડ, પડધરી, ગઢડા, બોટાદ, અમદાવાદ, સુરેન્દ્રનગર, જામજોધપુર, ઢસા, લાઠી સહિતના ગામોથી હજાારો ભાવિકો દર્શન કરી ધન્ય બન્યા હતાં. રાજયના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિતના આગેવાનોએ અનશન આરાધકના દર્શન કર્યા હતા.પૂ.ભવ્યમૂનિ મ.સા.નું આરોગ્ય થોડાસમયથી સારું રહેતુ ન હતું. આથી ગુરૂદેવ રાજેશમૂનિ સમક્ષ પૂ.ભવ્યમૂનિજીએ પોતાના ભાવો વ્યકત કર્યા કે મારે અંતિમ સમયની આરાધના કરી આત્મલ્યાણ કરવું છે.મને આલોચના, પ્રાયશ્ચિત, સંલેખના વિગેરે કરાવી અનંતની કૃપા વરસાવો,પૂ.ગુરૂદેવની આજ્ઞાથી તા.22/11/2021થી ઉપવાસ તપની આરાધના શરૂ કરી એક-બે કરતા 30 ઉપવાસ પૂર્ણ થયા હતા.ત્યારબાદ તા.22/11ના રોજ ગુરૂદેવ રાજેશમૂનિ મ.સા.એ પૂ.ભવ્યમૂનિ મ.સા.ની ભાવનાનો સ્વીકાર કરી સંથારાના પચ્ચખાણ કરાવ્યા હતા. તેઓએ 42 વર્ષની વયે તીર્થંકર પરમાત્માનો ત્યાગ માર્ગે અંગીકાર કરેલ હતો.તેઓની દિક્ષા વર્ષ 1996 રોજ રાજકોટમાં થઈ હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular