પીજીવીસીએલ દ્વારા બાકી વીજ બીલ અંગે ખાસ ઝુંબેશ હેઠળ વીજ બીલ ન ભરનાર વીજ ગ્રાહકો ના વીજ જોડાણ કાપવાની કાર્યવાહી કરાઈ રહી છે. ડિસે. 26 અંતિત પરિસ્થિતિ મુજબ કુલ 10966 ગ્રાહકોના રૂા. 41.48 કરોડ વિજબીલ પેટે ભરવાના બાકી હતા. 2555 જેટલા ગ્રાહકોના બાકી રૂ.3.45 કરોડ ભરપાઈ ન થતા તેમના વિજ જોડાણ કાપી નાખવામાં આવ્યા છે. આથી વીજ ગ્રાહકોએ બાકી રહેતા વીજ બીલના નાણાં તાત્કાલીક સમયમર્યાદામાં ભરપાઈ કરવા અપીલ કરવામાં આવી છે.
પીજીવીસીએલ જામનગર વર્તુળ કચેરી હેઠળના જામનગર જીલ્લા તથા દેવભૂમિ દ્વારકા જીલ્લાના વીજ ગ્રાહકોને વીજ બીલની રકમ બાકી હોય તેવા ગ્રાહકો સામે ચાલુ માસ માં જ નાણાની વસુલાત કરવા માટે ખુબ જ કડકાઈ થી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જે અંગે વિજ જોડાણો કાપવા માટે મોટી સંખ્યામાં ટીમ બનાવી મીટર તથા સર્વિસ ઉતારી લેવા માટે બંને જીલ્લામાં ખાસ ઝુંબેશ ઉપાડવામાં આવી છે. ડિસે. 26 અંતિત પરિસ્થિતિ મુજબ કુલ 10966 ગ્રાહકોના રૂા. 41.48 કરોડ વિજબીલ પેટે ભરવાના બાકી હતા. જે અંતર્ગત ચાલુ માસમાં તા.19 સુધીમાં કુલ બાકીદારો પૈકી 17129 ગ્રાહકો દ્વારા વિજ બીલના બાકી રૂ.5.30 કરોડ ભરપાઈ કરી આપ્યા છે તેમજ ૨૫૫૫ જેટલા ગ્રાહકોના બાકી રૂ.3.45 કરોડ ભરપાઈ ન થતા તેમના વિજ જોડાણ કાપી નાખવામાં આવ્યા છે તેમજ હવે પછીના દિવસોમાં પણ બાકી રહેલ તમામ બાકીદારોના વિજ જોડાણ કાપી નાખવાની કાર્યવાહી ચાલુ રહેશે અને ચાલુ માસમાં રક્મ ભરપાઈ ન કર્યે કંપનીના પ્રવર્તમાન નિયમોનુસાર વિજ જોડાણ રદ કરવાની કાર્યવાહી કરવામાં આવશે. આથી વીજ ગ્રાહકોએ બાકી રહેતા વીજ બીલના નાણાં તાત્કાલીક સમયમર્યાદામાં ભરપાઈ કરવા અપીલ કરવામાં આવી છે જેથી અંધારપટ થવાથી થતી તકલીફ તથા વધારાના ભરવા પડતા ચાર્જ માંથી મુક્ત રહી શકાય
વિજ બીલના નાણાંની કેશલેસ ચુકવણી કરવા અંગે કંપની દ્વારા પૂરા પાડવામાં આવેલ વિવિધ માધ્યમો થી પણ ગ્રાહકો વિજ બીલની ચુકવણી કરી શકે છે જેમ કે ઈ.સી.એસ (ECS), ડેબીટ કાર્ડમેડીટ કાર્ડ(કંપનીની વેબસાઇટ www.pgvcl.com/ પીજીવીસીએલની પે.વિ. ક્ચેરી ખાતેના POS મશીન દ્વારા, કંપનીની વેબસાઈટ www.pgvcl.com મારફત UPI મોડથી, ઈન્સ્ટા પેમેહ વોલેટ, ગાઠડીની સંલગ્ન બેંકની વેબસાઇટ મારફત,એ.ટી.એમ મશીન (HDFCIRC/BOB બેંકોના), RTGS/NEFT. મારફત થઇ શકશે.