Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરકાલાવડના મીલ માલીક સાથે નડિયાદના બે શખ્સો દ્વારા છેતરપીંડી

કાલાવડના મીલ માલીક સાથે નડિયાદના બે શખ્સો દ્વારા છેતરપીંડી

600 નંગ તેલના ડબ્બા મંગાવ્યા : રૂા.16.05 લાખના ચેક બાઉન્સ થયા : પોલીસ દ્વારા ગુનો નોંધી તપાસ

- Advertisement -

કાલાવડ ગામમાં જામનગર રોડ પર આવેલી ઓઇલમીલમાંથી નડીયાદના બે વેપારીઓએ રૂા.16 લાખની કિંમતના 600નંગ તેલના ડબ્બા મંગાવી રકમ નહી ચુકવી વેપારી સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી આચર્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ કાલાવડ ગામમાં કૃષ્ણનગર વિસ્તારમાં રહેતાં અને ગણેશ ઓઇલમીલ ધરાવતા ભાવેશ વિઠ્ઠલભાઇ પાનસુરિયા નામના વેપારી પાસે નડીયાદના ઉતમ બારોટ અને જનક નામના બે શખ્સોએ ભાવેશને વિશ્ર્વાસમાં લઇ સૌ-પ્રથમ 200 શકિત બ્રાન્ડ તેલના ડબ્બાનો ઓર્ડર આપ્યો હતો અને આ ઓર્ડર પેટે જીએસટી સહિતની રકમનો ચેક પણ કાલાવડના વેપારીને આપી દીધો હતો અને ત્યારબાદ આ ચેક પરત ફરતાં ભાવેશે નડિયાદના વેપારી સાથે વાતચીત કરતાં વેપારીએ જીએસટી સાથેની રકમ ચૂકવી દીધી હતી અને ત્યારબાદ ભાવેશને વધુ વિશ્વાસમાં લઇ લીધો હતો.

ત્યારબાદ ફરીથી ઉતમે ભાવેશ સાથે ફોન ઉપર વાતચીત કરી નડિયાદના ગંજ બજારમાં કબરસ્તાન ચાર રસ્તા પાસે આવેલાં સંતરામ સેલ્સ એન્ડ કોર્પોરેશન પેઢીના નામે રૂા.16,06,500ની કિંમતના 600 તેલના ડબ્બાનો ઓર્ડર આપ્યો હતો અને આ રકમ પેટે એક રૂા.8,05,777 અને બીજો 8 લાખનો ચેક આપ્યો હતો. જે બન્ને ચેક બાઉસ થતાં આ બાબતે ભાવેશે વેપારી પાસે 16 લાખની ઉઘરાણી કરતાં ફોન કરવાની ના પાડી દીધી હતી અને ત્યારબાદ નડિયાદના વેપારીએ ફોન બંધ કરી દીધો હતો. બાદમાં ભાવેશે બંન્ને વેપારીઓ વિરૂધ્ધ કાલાવડ પોલીસ સ્ટેશનમાં 16 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પીઆઇ યુ.એચ.વસાવા તથા સ્ટાફે તપાસ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular