જામનગર જિલ્લાના ધ્રોલમાં નોધાયેલા પ્રોહિબિશનના ગુનામાં નાસતા ફરતા આરોપીને પેરોલ ફર્લો સ્કવોડે જામનગરમાંથી ઝડપી લઇ ધ્રોલ પોલીસને સોંપવા કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ જામનગર જિલ્લાના ધ્રોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વર્ષ 2021માં નોંધાયેલા પ્રોહિબિશનના ગુનામાં જીગર ઉર્ફે રવી ઉર્ફે કુશ મનસુખ નાખવા નામનો શખ્સ નાસતો ફરતો હતો. અને આ શખ્સ જામનગરમાં પાછલા તળાવ પાસે હોવાની ધર્મેન્દ્ર વૈષ્ણવ, મહિપાલ સાદિયા અને રાજેશ સુવાને મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસવડા નિતેશ પાંડેયની સુચનાથી પીઆઇ એસ.એસ.નીનામાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ બી.એમ.દેવમુરારી, હેકો. લખધીરસિંહ જાડેજા, ગજેન્દ્રસિંહ જાડેજા, રણજીતસિંહ પરમાર, કાસમભાઇ બ્લોચ, રાજેશભાઇ સુવા, ભરતભાઇ ડાંગર, મહિપાલભાઇ સાદિયા તથા પોકો. ધર્મેન્દ્ર વૈષ્ણવ તથા અરવિંદગીરી ગોસાઇ સહિતના સ્ટાફે પાછલા તળાવ પાસે આવેલી મીગ કોલોની વિસ્તારમાંથી જીગર ઉર્ફે રવીને દબોચી લઇ ધ્રોલ પોલીસને સોંપવા કાર્યવાહી હાથ ધરી હતી.