દેશમાં કોરોનાની ગતિ થોડી ધીમી પડી છે. છેલ્લા 24 કલાકમાં 2 લાખ 38 હજાર 18 નવા કેસ નોંધાયા છે. 310 લોકોના મોત થયા છે અને 1 લાખ 57 હજાર 421 દર્દીઓ સાજા થયા છે. હાલમાં દેશમાં 17 લાખ 36 હજાર 628 એક્ટિવ કેસ છે અને પોઝીટીવિટી દર 14.43 ટકા પર પહોંચી ગયો છે. ઓમીક્રોનના નવા 122 કેસ નોંધાયા છે.
ભારતમાં સતત 3 દિવસથી કોરોનાના કેસમાં ઘટાડો થઇ રહ્યો છે. જે રાહતની વાત છે. દિલ્હી અને મહારાષ્ટ્રમાં પણ કેસ સતત ઘટી રહ્યા છે. ગઈકાલે નોંધાયેલા કેસ કરતાં આજે 20 હજાર 71 કેસ ઓછા આવ્યા છે જ્યારે ઓમિક્રોનના કેસમાં 8.31 ટકાનો વધારો થયો છે. ગુજરાતમાં ગઈકાલે કેસમાં વધારો થયો હતો. કાલે 12735 કેસ નોંધાયા હતા. જયારે 5 દર્દીઓના મૃત્યુ થયા હતા. હાલ રાજ્યમાં 70હજાર 374 કેસ એક્ટીવ છે. જે પૈકી 95 દર્દીઓ વેન્ટીલેટર પર છે.
દેશમાં ઓમીક્રોનના કેસ વધીને 8891 થયા છે. રસીકરણની વાત કરવામાં આવે તો અત્યાર સુધી રસીના 158 કરોડ ડોઝ આપી દેવામાં આવ્યા છે. એક રીતે જોવા જઈએ તો આઈસીએમઆરની માર્ગદર્શિકાના લીધે ટેસ્ટીંગમાં ઘટાડો થતા કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યામાં ઘટાડો થતો જોવા મળી રહ્યો છે. એક્ટીવ કેસની વાત કરવામાં આવે તો કુલ 17લાખ 36હજાર 628 કેસ છે.