Friday, December 5, 2025
Homeસમાચારરાષ્ટ્રીયહવામાં ઉડ્યું હરણ ! : 30 ફૂટ લાંબી છલાંગ મારી રસ્તો પાર...

હવામાં ઉડ્યું હરણ ! : 30 ફૂટ લાંબી છલાંગ મારી રસ્તો પાર કર્યો, જુઓ અદ્ભુત VIDEO

આજે સોશિયલ મીડિયામાં હરણનો એક અદ્ભુત વિડીઓ વાયરલ થઇ રહ્યો છે. જેમાં તે ઉંચી છલાંગ લગાવીને રસ્તો પાર કરતુ દેખાઈ રહ્યું છે.  આ ઘટના પેંચ નેશનલ પાર્કની છે. ત્યાં હાજર પ્રવાસીઓએ આ નજારો કેમેરામાં કેદ કર્યો હતો. આ વીડિયોમાં હરણ 30 ફૂટ લાંબો કૂદકો મારતો દેખાઈ રહ્યું છે.

- Advertisement -

પેંચ નેશનલ પાર્કમાં ફરવા નીકળેલા ટૂરિસ્ટોની સામે એક હરણનું ટોળું આવી ગયું હતું. પ્રવાસીઓને જોઈએ હરણ ડરી જતા તેણે 30 ફૂટ લાંબી અને 10 ફૂટ ઉંચી છલાંગ લગાવી હતી. હરણનું શરીર ખૂબ જ ફ્લેક્સિબલ હોય છે અને આ કારણે જ એ લાંબી છલાંગ લગાવી શકે છે. હાલમાં આ વિડીઓ જોઈને સૌ કોઈ આશ્ચર્યચકિત થયા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular