Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરશહેરીજનો માટે વેરો ભરવા મોબાઇલ ટેક્સ કલેકશન વાન શરૂ

શહેરીજનો માટે વેરો ભરવા મોબાઇલ ટેક્સ કલેકશન વાન શરૂ

શહેરના વિવિધ વિસ્તારોમાં મિલકતવેરો તથા વોટર ચાર્જ માટે જામ્યુકો દ્વારા મોબાઇલ ટેકસ કલેકશન વાન ઉભી રખાશે

- Advertisement -

જામનગર મહાનગરપાલિકા દ્વારા વર્ષ 2021-22ના મિલકતવેરા, પાણી વેરાના બિલની બજવણીની કામગીરી ચાલુ છે. શહેરના મિલકત ધારકો પોતાના મિલકતવેરા, વોટર ચાર્જની રકમ સરળતાથી નજીકના લોકેશન ઉપર ભરપાઇ કરી શકે તે માટે જામનગર મહાનગરપાલિકા દ્વારા મોબાઇલ ટેકસ કલેકશન વાન શરુ કરવામાં આવી છે. જે શહેરના જુદા જુદા સ્થળોએ ઉભી રહેશે. આથી નગરજનો જે તે સ્થળોએ ટેકસ કલેકશન વાન પર વેરો ભરપાઇ કરી શકશે. આ ટેકસ કલેકશન વાન સવારે 10:30 થી 1:30 અને બપોરે 2:30 થી 5:30 સુધી ઉભી રહેશે.

- Advertisement -

જેમાં તા. 18ના સવારે સુભાષ શાક માર્કેટ સર્કલ પાસે, બપોરે આદર્શ સ્મશાન પાસે, તા. 19ના સવારે તીનબતી સર્કલ પાસે, બપોરે પંચેશ્ર્વર ટાવર સર્કલ પાસે, તા. 20 બપોરે 6-પટેલ કોલોની, રોડ નં. 4 પાસે, બપોરે ગાંધીનગર બસ સ્ટોપ પાસે, તા. 21ના સવારે જીઆઇડીસી જકાતનાકા પાસે, બપોરે નવાનગર સોસાયટી, પાણાખાણ પાસે, તા. 24ના સવારે જોગસ પાર્ક પાસે, બપોરે સ્વસ્તિક સોસાયટી, સંસસભ્ય પૂનમબેનના બંગલા પાસે, તા. 25 સવારે મેહુલનગર 80 ફૂટ રોડ, દેરાસર પાસે, બપોરે સત્યમ કોલોની, રોઝી પેટ્રોલ પંપ પાસે, તા. 27 સવારે રડાર રોડ, આશાપુરા હોટલ પાસે, બપોરે નાઘેડી સબ સ્ટેન, સૈનિક ભવન પાસે, તા. 28 સવારે જીઆઇડીસી જકાતનાકા પાસે, બપોરે શંકરટેકરી, જીઆઇડીસી ઓફિસ પાસે, તા. 29 સવારે શંકરટેકરી ઇદ મસ્જિદ પાસે, બપોરે એમઇએસ ગેઇટ, સેન્ટ્રલ જેલ પાસે.
તા. 1-2 સવારે રણજીતસાગર રોડ, મારુ કંસારાની વાડી, બપોરે રણજીતસાગર રોડ, કિર્તીપાન પાસે, તા. 2-2 સવારે ખોજાનાકા, હાજીપીર ચોક પાસે, બપોરે રણજીતસાગર રોડ, ગોટી કોમ્પલેક્ષ પાસે, તા. 3-2 સવારે ભીમવાસ, કેશુભાઇની હોટલ પાસે, બપોરે હાલાર હાઉસ પાછળ, સ્વામિનારાયણનગર પાસે, તા. 4-2 સવારે જીઆઇડીસી દરેડ ફેઝ-2, બપોરે જીઆઇડીસી, દરેડ ફેઝ-2, બપોરે જીઆઇડીસી, દરેડ ફેઝ-3, તા. 5-2 સવારે ચાંદીબજાર સર્કલ, બપોરે હવાઇચોક સર્કલ, તા. 7-2 સવારે બેડી ગેઇટ, સ્વામીનારાયણ મંદિર પાસે, બપોરે પંચેશ્ર્વરટાવર ચોક, તા. 8-2 સવારે ગુરુદ્વારા સર્કલ પાસે, બપોરે જી.જી. હોસ્પિટલ સામે, પોલીસ ચોકી પાસે, તા. 9-2 સવારે 6-પટેલ કોલોનીના છેડે, બપોરે વિકાસ રોડ, સરદાર પટેલ પાસે, તા. 10-2સવારે પવનચક્કી, બપોરે ગ્રીનસીટી, તા. 11-2 સવારે માધવબાગ, દરેડ જીઆઇડીસી સામે, બપોરે કિર્તી પાન પાસે, રણજીતસાગર રોડ, તા. 14-2 સવારે દરબારગઢ બપોરે નુરી ચોકડી, તા. 15-2 સવારે સજુબા સ્કૂલ, બપોરે વિકટોરીયા પુલ, તા. 16-2 સવારે કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહ, બપોરે નવાગામ ઘેડ (કેરભાઇની હોટલ), તા. 17-2 સવારે ગુરુદતાત્રેય મંદિર, બપોરે પંચવટી, ડોમીનોઝ પીઝા, તા. 18-2 સવારે સરદાર પાર્ક, માધવ બાગ, સાંઢીયા પુલ પાસે, બપોરે પટેલ સમાજ, નારાયણનગર પાસે, તા. 19-2 સવારે તીનબતી બપોરે ભંગાર બજાર, ગોવાળની મસ્જિદ, તા. 21-2 સવારે સેતાવાડ, સેન્ટ્રલ બેંક, બપોરે ખંભાળિયા નાકા બહાર, તા. 22-2 સવારે સત્યમ કોલોની, આહિર સમાજ પાસે, બપોરે સોહમ કોમ્પ્લેક્ષ, મુરલીધરનગર, રડાર રોડ, તા. 23-2 સવારે તિરુપતિ, બાલાજી પાર્ક, ઢીચડા પાસે, બપોરે સરદાર પટેલનગર, ઠેબા ચોકડી, જીઇબી સબ સ્ટેશન, તા. 24-2 સવારે રામ મંદિર ચોક, બેડી, બપોરે ધરારનગર, સલીમબાપુ મદ્રેસા પાસે, તા. 25-2 સવારે પોલીસ ચોકી પાસે, જીઆઇડીસી, દરેડ ફેઝ-2, બપોરે પટેલ ચોક, જીઆઇડીસી, દરેડ ફેઝ-3, તા. 28-2 સવારે માધવબાગ, દરેડ જીઆઇડીસી સામે, બપોરે હરિયા કોલેજ રોડ. ખાતે ટેકસવાન ઉભી રહેશે. જામનગર મહાનગરપાલિકાની મોબાઇલ એપ/વેબસાઇટ www.mcjamnagar.com ઉપર લોગઇન કરી ઓનલાઇન વેરો ભરવાથી વધારાનું 2 ટકા (વધુમાં વધુ રૂા. 250) વળતર મેળવી શકાશે. તેમ જામનગર મહાનગરપાલિકાની યાદી જણાવે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular