જામનગરમાં ગાંધીનગર વિસ્તારમાં વેસ્ટ ટુ એનર્જી પ્રોજેકટ સ્થાપવામાં આવ્યો છે. જેને લઇ આ વિસ્તારના રહેવાસીઓમાં વિરોધનો વંટોળ શરુ થયો છે. છેલ્લા ઘણા દિવસોથી આ પ્રોજેકટને લઇ વિરોધ પ્રદર્શનો તેમજ આવેદનપત્ર પાઠવવામાં આવ્યા બાદ આજરોજ વોર્ડ નં. 4ના કોર્પોરેટર રચનાબેન નંદાણીયા દ્વારા રહેવાસીઓને સાથે રાખી ધરણા યોજવામાં આવ્યા હતાં.
ગાંધીનગર વિસ્તારમાં વેસ્ટ ટુ એનર્જી પ્લાનનો પ્રોજેકટ સ્થાપવામાં આવ્યો છે. જેને લઇ આ પ્રોજેકટથી દુર્ગધ આવવી, અવાજ આવવો સહિતના પ્રશ્ર્નોને લઇને સ્થાનીક રહેવાસીઓ વિરોધ કરી રહ્યા છે. આ અંગે કલેકટર, કમિશનરને આવેદનપત્ર આપવામાં આવ્યું હોવા છતાં રહેવાસીઓને કોઇ સકારાત્મક જવાબ મળતો નથી. જેને લઇ વોર્ડ નં. 4ના કોર્પોરેટર દ્વારા પણ અનેક વખત રજૂઆતો કરવા છતાં સમસ્યાનું નિરાકરણ આવતું ન હોય આજરોજ ધરણા યોજી વિરોધ વ્યક્ત કર્યો હતો. વોર્ડ નં. 4ના કોર્પોરેટર રચનાબેન નંદાણીયા દ્વારા રહેવાસીઓને સાથે રાખી ધરણા યોજયા હતાં.