દેશભરમાં હવે 15 થી 18 વર્ષના તરુણોને પણ કોરોના વેક્સિન આપવામાં આવી રહી છે. આ દરમિયાન મધ્યપ્રદેશના છતરપુર માંથી એક યુવતીનો વિડીઓ વાયરલ થઇ રહ્યો છે. જે વેક્સિન ન લેવાના બહાને ઝાડ પર ચઢી ગઈ હતી અને બાદમાં વેક્સિન આપવા ગયેલી ટીમ તેને સમજાવે છે અને તેણી વેક્સિન લે છે.
#MadhyaPradesh #Viralvideo #vaccine #khabargujarat
મધ્યપ્રદેશના છતરપુરમાં એક યુવતી વેક્સિન ન લેવાના બહાને ઝાડ પર ચઢી ગઈ
બાદમાં વેક્સિન આપવા આવેલી ટીમે તેણીને સમજાવતા વેક્સિન લીધી pic.twitter.com/8EHb01Dp9s
— Khabar Gujarat (@khabargujarat) January 17, 2022
દેશમાં રસીકરણ ટીમો ગામડે ગામડે જઈને લોકોને સમજાવી રસી લગાવી રહી છે. આ કાર્યક્રમમાં આરોગ્ય વિભાગની ટીમ બદામલ્હારાનાં માનકરી ગામમાં પહોંચી હતી. અહીં રસીકરણ ટીમને જોઈને એક 18 વર્ષની છોકરી ઝાડ પર ચઢી ગઈ હતી.બાદમાં વેક્સિન આપવા આવેલી ટીમ અને આજુબાજુના લોકોએ તેને સમજાવતા ઝાડ પરથી નીચે ઉતરી અને વેક્સિન લીધી હતી.