દેવભૂમિ દ્વારકા જિલ્લાના પોલીસ અધિક્ષક કોરોના પોઝિટિવ હોવાના રિપોર્ટ સાંપડ્યા છે. દ્વારકા જિલ્લા પોલીસ વડા સુનિલ જોશીને કોરોનાના લક્ષણ હોવાથી તેમના દ્વારા શનિવારે આર.ટી.-પી.સી.આર. ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. હાલ તેઓ હોમ આઈસોલેશનમાં સારવાર હેઠળ છે.