Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગર મહાનગરપાલિકાના વિપક્ષીનેતાની વરણી

જામનગર મહાનગરપાલિકાના વિપક્ષીનેતાની વરણી

- Advertisement -

જામનગર મહાનગરપાલિકાની ચુંટણીઓ પૂર્ણ થયાને અંદાજે 9 માસ જેટલો સમય વીતી ગયા બાદ વિપક્ષી નેતા તરીકે આનંદ રાઠોડની નિમણુક કરવામાં આવી છે. કોંગ્રેસના અગ્રણીઓએ નવનિયુક્ત વિપક્ષી નેતાને શુભેરછા પાઠવી હતી.
જામનગર મહાનગરપાલિકા વિપક્ષ નેતાની નિમણુકને લઇ લાંબા સમયથી ચર્ચાઓ થઇ રહી હતી.

- Advertisement -

જામનગર મહાનગરપાલિકાની ચુંટણીઓ પૂર્ણ થયાને અંદાજે 9 માસ જેટલો સમય વીતી જવા છતાં કોંગ્રેસ અસમંજસમાં હતી. તેવામાં આખરે પક્ષ દ્વારા વિપક્ષી નેતા તરીકે આગામી એક વર્ષ માટે સીનીયર કોર્પોરેટર આનંદ રાઠોડની વરણી કરવામાં આવી છે. જયારે ઉપનેતા તરીકે ફુરકાન શેખની પસદગી કરવામાં આવી છે. તેમજ દંડક તરીકે જુબેદા નોતીયાર ની નિમણુક કરાઈ છે. જ્યારે બીજા વર્ષે પ્રથમ વખત જ ચૂંટણી લડી વિજેતા થયેલા ધવલ નંદા ની પસંદગી કરવામાં આવી છે. શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજાએ નેતાના નામની જાહેરાત કરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular