જામનગર શહેરના વ્હોરાના હજીરા નજીક આવેલા નાથાધ્રોલના બેઠા પુલ પાસે નશાની હાલતમાં પાણીમાં ડુબી જતા યુવાનનું મોત નિપજયું હતું.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના વ્હોરાના હજીરા નજીક આવેલા નાથાધ્રોલના બેઠા પુલ નજીક આવેલી નદીમાં આજે વહેલી સવારના પાંચ વાગ્યાના અરસામાં હાપા રેલ્વે સ્ટેશન પાસે રહેતો દિપક મોહનભાઇ ગોહિલ(ઉ.વ.25) નામનો યુવાન કોઇ પણ નશામાં પાણીમાં ડુબી જતાં મોત નિપજયું હતું. આ અંગેની જાણ થતાં એએસઆઇ એમ.પી.ગોરાણીયા તથા સ્ટાફે સ્થળ પર પહોંચી મૃતદેહનો કબ્જો સંભાળી આગળની તપાસ હાથ ધરી હતી.