Saturday, December 6, 2025
Homeરાજ્યદ્વારકામાં દુકાન તોડી, તમાકુ અને પાન મસાલાની ચોરી

દ્વારકામાં દુકાન તોડી, તમાકુ અને પાન મસાલાની ચોરી

દ્વારકાના ટી.વી. સ્ટેશન વિસ્તારમાં રિદ્ધિ સિદ્ધિ સોસાયટી ખાતે રહેતા હાર્દિકભાઈ શશીકાંતભાઈ હિંડોચા નામના 26 વર્ષના લોહાણા વેપારી યુવાનની પાન મસાલાની દુકાનમાં ગત તારીખ 12 મીના રોજ રાત્રીના 11 થી તારીખ 13 મીના રોજ સવારના 8:30 વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન તસ્કરોએ પ્રવેશી, તેમની પાન મસાલાની દુકાનનો દરવાજો તોડી અને સંભવિત રીતે બે તસ્કરોએ અંદર પ્રવેશ કર્યો હતો. આ દુકાનના રાખવામાં આવેલા 180 ડબ્બા ભરેલા બાગબાન તમાકુનું એક કાર્ટૂન તથા રજનીગંધાની પડીકીના બે બોક્સ ચોરી કરીને લઇ ગયા હોવાનું ખુલવા પામ્યું છે.

- Advertisement -

આમ, કુલ રૂપિયા 45540 નો મુદ્દામાલ ચોરી થવા સબબ હાર્દિક હિંડોચાની ફરિયાદ પરથી દ્વારકા પોલીસે અજાણ્યા તસ્કરો સામે આઈ.પી.સી. કલમ 457, 380 તથા 114 મુજબ ગુનો નોંધી, આસપાસના સીસીટીવી કેમેરાના આધારે તસ્કરોની શોધખોળ હાથ ધરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular