જામનગર જિલ્લા પંચાયત ખાતે ખાસ કારોબારી સમિતિની બેઠક મળી હતી, જેમાં આમંત્રિત તરીકે સાંસદ પૂનમબેન માડમ ઉપસ્થિત રહ્યાં હતાં.
જામનગર ઝિલ્લા પંચાયત કચેરી ખાતે વર્ષની ત્રીજી ખાસ કારોબારી સીમતિની બેઠક મળી હતી. જેમાં સાંસદ પૂનમબેન માડમને આમંત્રીત તરીકે નિમંત્રણ મળતા સાંસદ જિલ્લા પંચાયત કચેરીની મુલાકાત લઇ આ બેઠકમાં ઉપસ્થિત રહી જિલ્લા પંચાયત કચેરી ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશીભાઇ ચનિયારા, કારોબારી સમિતિ ચેરમેન ભરતભાઇ બોરસદીયા તથા વિવિધ સમિતિના અધ્યક્ષો, જિલ્લા પંચાયત સદસ્યો, જિલ્લા વિકાસ અધિકારી તથા જિલ્લા પંચાયતના વિવિધ શાખાના અધિકારીઓ સાથે પરામર્શ બેઠક કરી હતી. તમામ પદાધિકારી અને અધિકારીઓએ પરસ્પર સંકલન જાળવી ગ્રામ વિસ્તારના રોડ, રસ્તા, પાણી, આરોગ્ય, શિક્ષણ વિગેરે વિષયક પ્રશ્ર્નોનું ઝડપી યોગ્ય નિરાકરણ લાવી કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાકીય લાભો પાત્ર લાભાર્થી વ્યક્તિ સુધી પહોંચે તે માટે અનુરોધ કરી બેઠકમાં જરુરી સૂચનો કર્યા હતાં.