લાલપુર તાલુકા ટેભડા ગામમાં રહેતી મહિલાએ અન્ય વ્યકિતની ભેંસનો પોદરો ભરી લીધાનો ખાર રાખી શખ્સે પ્રૌઢ ઉપર લોખંડના પાઇપ વડે હુમલો કર્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ લાલપુર તાલુકાના ટેભડા ગામમાં રહેતા મહિલાએ તેની ભેંસના પોદરા ભરતી વખતે ભુલથી જેશા જેઠા ગોજીયાની ભેંસનો પોદરો ભરી લેતાં આ બાબતનો ખાર રાખી જેશા ગોજીયાએ જીવાભાઇ અને કરશનભાઇને અપશબ્દો બોલી ઝઘડો કર્યો હતો. જેથી ધાના દેવશી ગોજીયા(ઉ.વ.55) નામના પ્રૌઢ સમજાવા ગયા તે દરમ્યાન જેશા ગોજીયાએ લોખંડના પાઇપ વડે હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા પ્રૌઢને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જયાં બનાવની જાણ થતાં હેકો. એસ.કે.જાડેજા તથા સ્ટાફે જેશા ગોજીયા વિરૂધ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.