જામનગર તાલુકાના ઠેબા ચોકડી નજીક ચાલુ રિક્ષામાંથી ચકકર આવતાં પડી જતાં ઇજા પહોંચવાથી યુવાનનું મૃત્યુ થયું હતું. જામનગર તાલુકાના હરષદપુર ગામની સીમમાં વાડી વિસ્તારમાં બે શુધ્ધ થઇ જતાં આદીવાસી યુવાનનું સારવાર દરમ્યાન મોત નિપજયું હતું.
આ અંગેની વિગત મુજબ જામનગર શહેરમાં કાલાવડ નાકા બહાર રંગમતી સોસાયટીમાં રહેતા ઇબ્રાહિમ અસગર હુસેન બુખારી (ઉ.વ.26) નામનો યુવાન ગત તા.9 ના રોજ રાત્રીના સમયે રિક્ષા ચલાવી ઠેબા ચોકડી પાસેથી પસાર થતો હતો ત્યારે ચાલુ રિક્ષાએ ચકકર આવતાં પડી જતા ઇજા પહોચતા બે શુધ્ધ થઇ જવાથી સારવાર માટે જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જયા શુક્રવારે સાંજે તેમનું સારવાર દરમ્યાન મોત નિપજયાનું તબિબોએ જાહેર કર્યું હતું. આ અંગેની ફૈઝલ બુખારી દ્વારા જાણ કરાતા હેકો.સી.જે.જાડેજા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો બનાવ જામનગર તાલુકાના હરષદપુર ગામની સીમમાં રહેતો અને મજુરી કામ કરતાં લક્ષ્મણ શંકરભાઇ આદિવાસી (ઉ.વ.48) નામનો યુવાન ગુરૂવારની રાત્રીના સમયે બીપીનભાઇની વાડીની બાજુમાં લઘુશંકા કરવા લયો હતો. તે દરમ્યાન બેશુધ્ધ થઇ જતાં સારવાર માટે જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં જયાં તેનું મૃત્યુ થયાનું જાહેર કર્યું હતું. આ અંગેની શંકર પાચલ દ્વારા જાણ કરાતા એએસઆઇ પી.બી.ગોજીયા તથા સ્ટાફે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.