હાલારમાંથી ઝડપાયેલા નસીલા પદાર્થ ડ્રગ્સ પ્રકરણમાં રાજયની એટીએસ ટીમે બેડેશ્વરમાં રહેતાં બે શખ્સોની અટકાયત કરી પુછપરછ હાથ ધરી હતી. આ પ્રકરણમાં અગાઉન દ્વારકા, જામનગર, મોરબીમાંથી ડ્રગ્સના જથ્થા સાથે શખ્સોને ઝડપી લઇ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
મળતી વિગત મુજબ, દેવભુમી દ્વારકા જિલ્લામાંથી અંદાજે 315 કરોડથી વધુની કિંમતનો ડ્રગ્સ ઝડપાયો હતો ત્યારબાદ મોરબી અને જામનગરમાંથી પણ ડ્રગ્સ ઝડપી લેવામાં આવ્યો હતો. આ કામગીરીમાં ઘણા સમય પછી અમદાવાદ એટીએસની એક ટીમ જામનગર આવી હતી અને સ્થાનિક પોલીસની મદદથી બેડીમાં સર્ચ ઓપરેશન હાથ ધરી હાસમ પઠાણ અને અલ્બાઝ રાવ નામના બે શખ્સોને ઝડપી લઇ અમદાવાદ લઇ ગયા હતાં. માછીમારી સાથે સંકળાયેલા આ બંન્ને શખ્સોની ડ્રગ્સ પ્રકરણમાં ભુમિકા અંગે તપાસ અને પુછપરછ આરંભી હતી. જો કે, મોરબીના ડ્રગ્સ પ્રકરણમાં જોડિયાના પિતા-પુત્ર અને સચાણાના એક શખ્સની સંડોવણી ખુલ્યા બાદ સંચાણામાંથી બોટ કબ્જે કરવામાં આવી હતી. તેમજ બેડિ બંદર પાસેના વિસ્તારમાંથી બે કિલો ડ્રગ્સ પણ કબ્જે કરવામાં આવ્યું હતું.