Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગર શહેરમાં ઉલ્લાસપૂર્વક ઉત્તરાયણ પર્વની ઉજવણી

જામનગર શહેરમાં ઉલ્લાસપૂર્વક ઉત્તરાયણ પર્વની ઉજવણી

- Advertisement -

જામનગર સહીત રાજ્યભરમાં ગઈકાલે ઉત્તરાયણ પર્વની ઉલ્લાસપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.આ વર્ષે કોરોના વાયરસના પરિણામે સરકારની ગાઈડલાઈન મુજબ ઉજવણી કરાઈ હતી. પતંગરસિયાઓમાં પણ અનેરો ઉત્સાહ હોવાના લીધે સવારથી જ લોકો અગાસી ઉપર એકઠા થયા હતા. અને ઊંધિયું, ચીક્કી, લાડુ અને સાત ધાનનો ખીચડો ખાઈને પતંગ ઉડાડવાની મજા માણી હતી.

- Advertisement -

પૂર્વ રાજ્યમંત્રી અને ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજાએ પણ પોતાના પરિવાર સાથે પતંગ ઉડાડી હતી. સવારથી સાંજ સુધી જામનગરવાસીઓએ વર્ષના પ્રથમ તહેવારની ઉજવણી કરી હતી. અને આકાશ રંગબેરંગી પતંગોથી છવાયું હતું. સૂર્ય જયારે ધન રાશિ માથી મકર રાશિમા પ્રવેશે ત્યારબાદ જ સૂર્યની ઉતરાયણ ગતિની શરુઆત થાય છે. આથી જ તેને ‘ઉતરાયણ’ કહેવામા આવે છે. ઉપરાંત આ ઉજવણી ઉત્સાહ પૂર્વક મનાવવામાં આવે તે હેતુથી જામનગર શહેર ભાજપ દ્વારા તથા અન્ય સંસ્થાઓ દ્વારા પતંગ અને મમરાના લાડુનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ ઉત્તરાયણમાં જામનગરના શહેરીજનોએ સ્વાદિષ્ટ અને વ્યાજબી ભાવનું ઊંધિયા સાથે ઉજવણી કરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular