જામનગર તાલુકાના સચાણા ગામમાંથી પોલીસે કોઇ પણ ડિગ્રી વગર લોકોના આરોગ્ય ખાતે ચેડા કરતા બોગસ તબિબને ઝડપી લઇ રોકડ અને મેડિકલના સાધનો સહિત રૂા.4654ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો.
આ અંગેની વિગત મુજબ જામનગર તાલુકાના સંચાણા ગામમાં મેડિકલની ડિગ્રી વગર લોકોના આરોગ્ય સાથે ચેડા કરી બોગસ તબિબ તરીકે એક શખ્સ સારવાર આપતો હોવાની બાતમીના આધારે પંચકોશી એ ડિવિઝનના સ્ટાફે રેઇડ દરમ્યાન જયકાંત વિષ્ણુ પ્રસાદ ત્રિવેદી નામના જામનગરમાં રહેતા શખ્સને ઝડપી લઇ તેની પાસેથી મેડિકલના સાધનો અને એલોપેથીક દવા તથા રોકડ રકમ મળી કુલ રૂા.4654નો મુદ્દામાલ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


