આજે રોજ પશ્ચિમ બંગાળમાં મોટી ટ્રેન દુર્ઘટના સર્જાઈ છે. જેમાં બિકાનેરથી ગુવાહટી જઇ રહેલ બીકાનેર-ગુવાહાટી એક્સપ્રેસ જલપાઈગુડીના ડોમોહાનીમાં પાટા પરથી ઉતરી જતા 4-5 ડબ્બા ખરી પડ્યા છે. ગાડીના 12 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે.4 ડબ્બા પલટી મારી જતા 3 લોકોના મૃત્યુ થયા છે. અને અત્યારે અનેક લોકો ફસાયા છે. જેમાંથી એક ડબ્બો પાણીમાં પડ્યો છે. અને ફસાયેલા યાત્રિકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે. આ દુર્ઘટનાનો વિડીઓ પણ સામે આવ્યો છે.
#westbangal #trainaccident #Breakingnews #Video #Khabargujarat
બંગાળના જલપાઈગુડીમાં બીકાનેર એક્સપ્રેસ પાટા પરથી ઉતરી
4 થી 5 ડબ્બા ખરી પડતા પલટી મારી ગયા, 3 લોકોના મોત
કેટલાક લોકો ઘાયલ
હાલ બચાવ કામગીરી શરુ pic.twitter.com/mOMa4z8lq2
— Khabar Gujarat (@khabargujarat) January 13, 2022
દુર્ઘટના બાદ નરેન્દ્ર મોદીએ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સાથે ફોન પર વાત કરી છે. બીકાનેર એક્સપ્રેસ મંગળવારે રાત્રે રાજસ્થાનના બીકાનેરથી રવાના થઈ હતી. ગુરુવારે સવારે 5.44 વાગ્યે ટ્રેન પટના રેલવે સ્ટેશનથી નીકળી હતી અને આજે બપોરના સમયે ગુવાહાટી માટે રવાના થઈ હતી. ભારતીય રેલવેએ હેલ્પલાઈન નંબર 8134054999 જાહેર કર્યો છે.