જામનગર મહાનગરપાલિકા મિલકત વેરા શાખા દ્વારા ચાલુ નાણાંકીય વર્ષ 2021-22ના વાર્ષિક મિલકત વેરા, વોટરચાર્જના બીલોની ડોર-ટુ-ડોર બજવણી કરવાની કામગીરી હાલ ચાલુ છે. આ બીલો મહાનગરપાલિકાની વેબસાઇટ www.mcjamnagar.com પરથી પણ ડાઉનલોડ કરી શકાશે.
જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેર હદ વિસ્તારમાં સમાવિષ્ટ તમામ મિલકતોની તા. 31-3-21 સુધીની બાકી રોકાતી મિલકત વેરાની રિકવરી માટે કમિશનર સૂચનાનુસાર આસી. કમિશનર (ટેક્સ) અને ટેક્સ ઓફિસરના માર્ગદર્શન હેઠળ વોર્ડવાઇઝ અલગ અલગ નિયત થયેલ રિવકરી ટીમ દ્વારા ડોર-ટુ-ડોર બાકીદાર મિલકતોની મિલકત વેરા રિકવરીની કામગીરી ચાલુ છે.
મિલકતવેરા શાખા દ્વારા આગામી સપ્તાહથી બાકી મિલકત વેરાની સઘન રિકવીરીની કામગીરી હાથ ધરવામાં આવનાર હોય, શહેરના કરદાતાઓને બાકી રોકાતી મિલકત વેરો તાત્કાલિક ભરપાઇ કરી મિલકત જપ્તીની કડક રિવકરી ઝુંબેશ તથા વ્યાજના ભારણથી બચવા અને શહેરના વિકાસ કાર્યમાં સહભાગી થવા અનુરોધ કરવામાં આવે છે.
મિલકતવેરા તથા વોટરચાર્જની રકમ જામનગર મહાનગરપાલિકાના મુખ્ય કેસ કલેકશન વિભાગ, ત્રણેય (સરૂ સેકશન/રણજીતનગર/ગુલાબનગર) સીટી સિવિક સેનટરો ખાતે ભરપાઇ કરી શકાશે. તેમજ જામનગર શહેરની એચડીએફસી બેંક, આઇડીબીઆઇ બેંક, ધી નવાનગર કો-ઓપરેટીવ બેંક તથા કોટર મહિન્દ્રા બેંકની તમામ શાખાઓમાં પણ ભરપાઇ કરી શકાશે. તદ્ઉપરાંત મહાનગરપાલિકાની વેબસાઇટ www.mcjamnagar.com પરથી પણ પોતાનો વેરો ઓનલાઇન ભરપાઇ કરી શકાશે. વેરાની રકમ ઓનલાઇન ભરપાઇ કરી વધારાનાં 2 ટકા ડિસ્કાઉન્ટ (વધુમાં વધુ રૂા. 250)નો લાભ મેળવી શકાશે.