Tuesday, December 24, 2024
Homeરાજ્યજામનગરભાગ્યલક્ષ્મી ટ્રસ્ટ દ્વારા પતંગ-લાડુનું નિ:શૂલ્ક વિતરણ

ભાગ્યલક્ષ્મી ટ્રસ્ટ દ્વારા પતંગ-લાડુનું નિ:શૂલ્ક વિતરણ

ધરારનગર, મચ્છરનગર, ગ્રિન સીટી, લાલવાડી, ગુલાબનગર સહિતના વિવિધ વિસ્તારોમાં વિતરણ થશે

- Advertisement -

મકરસંક્રાંત પર પતંગોત્સવ ઉજવવો તથા દાનપુણ્યનું મહાત્મય ગુજરાતની સંસ્કૃતિ હોવાથી ઉત્તરાયણ ધાર્મિક તહેવાર હોવા ઉપરાંત સાંસ્કૃતિક ઉત્સવ પણ છે. 78 જામનગર ઉત્તર વિધાનસભા મતવિસ્તારનાં ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ એમ. જાડેજા (હકુભા) દ્વારા ભાગ્યલક્ષ્મી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટનાં ઉપક્રમે નવરાત્રિનાં લ્હાણી વિતરણ, વિદ્યાર્થીઓને નોટબુક વિતરણ, ગણપતિ ઉત્સવ નિમિત્તે સ્પર્ધાત્મક પ્રવૃત્તિઓ, શહેરની જી.જી. હોસ્પીટલમાં દર્દીઓની સેવા તથા રક્તદાનની નિયમિત સેવા પ્રવૃત્તિ, દરવર્ષે દિવાળીએ વ્રુદ્ધાશ્રમમાં વૃદ્ધો સાથે દિવાળીની ઉજવણી, દરેક ધર્મના ધાર્મિક અને સામાજિક કાર્યોમાં યોગદાન તથા રાષ્ટ્રીય પર્વોની ઉજવણી સહિત મકરસંક્રાંતનાં પર્વ નિમિત્તે પતંગ અને મમરાનાં લાડુ સહિતની સામગ્રીનું નિ:શુલ્ક વિતરણ કરવામાં આવે છે.

- Advertisement -

આ પરંપરા મુજબ આ વર્ષે પણ આવતીકાલે 78-જામનગર ઉત્તર વિધાનસભાના મત વિસ્તારમાં આવતા વોર્ડના વિવિધ વિસ્તારોમાં સવારે 8 કલાકે થી 10 કલાક દરમ્યાન કાપડ મિલની ચાલી, ધરારનગર, મચ્છરનગર, રાંદલનગર, પટેલવાડી-ગાયત્રી ચોક- હનુમાન ચોક-કોળી સમાજ (નવાગામ ઘેડ), નીલકમલ ચોકડી, ગણેશ ચોક-વુલન મિલની ચાલી, શંકર મંદિર-તિરૂપતિ, ઇન્દિરા કોલોની, અંધ્ધાશ્રમ-દિગ્જામ સર્કલ, સતવારા સમાજની વાડી- ગોકુલનગર, ગ્રીનસીટી, જલારામનગર, લાલવાડી, નાગેશ્વર મહાદેવ મંદિર- હોરનો હજીરો, ગુલાબનગર, મજદૂર સંઘની ઓફીસ પાસે-હાપા અને વ્રજ ભૂષણ સ્કૂલ (લાલપુર બાયપાસ) પાસે પતંગ અને મમરાનાં લાડુનું નિ:શુલ્ક વિતરણ કરવામાં આવશે.

જામનગરનાં ઉત્સવપ્રેમી નાગરિકોને આ અવસરનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે તેમજ પ્રતિબંધિત ચાઇનીઝ દોર અને તુક્કલ વગેરે સાધનોનો ઉપયોગ ન કરવા અને પક્ષીઓનાં ગગન વિહારનાં સમયે પતંગબાજી ન કરી ઉજવણીમાં જીવદયાની ભાવના વિસરાય નહી એ તકેદારી રાખવા તેમજ covid-19 પ્રોટોકોલનું પાલન કરવા પણ ધર્મેન્દ્રસિંહ એમ. જાડેજા (ભાગ્યલક્ષ્મી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ) દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular