Saturday, December 28, 2024
Homeરાજ્યજામનગરઘરે સારવાર લઇ રહેલા કોરોનાના દર્દીઓએ કઈ દવાઓ લેવી : જી.જી. હોસ્પિટલના...

ઘરે સારવાર લઇ રહેલા કોરોનાના દર્દીઓએ કઈ દવાઓ લેવી : જી.જી. હોસ્પિટલના ડોક્ટરના સૂચનો

- Advertisement -

જામનગર સહીત ગુજરાતભરમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. પરંતુ રાહતની વાતએ છે કે મોટા ભાગના દર્દીઓ ઘરે આઈસોલેટ છે. અમુક દર્દીઓએ જ હોસ્પિટલમાં સારવારની જરૂર પડી રહી છે. જામનગરની જીજી હોસ્પિટલના કોવિડ નોડલ ઓફિસર ડો.એસ.એસ ચેટરજી અને ડો. ભુપેન્દ્ર ગોસ્વામી દ્વારા હોમ અઈસોલેટ કોરોના પોઝીટીવ દર્દીઓએ કઈ દવા લેવી જોઈએ તેનું લીસ્ટ આપ્યું છે.

- Advertisement -

કોરોના પોઝીટીવ દર્દીઓએ 5 દિવસ સુધી સવારના સમયે જમ્યા બાદ Azithromycin (500 mg), સવારે જમ્યા પહેલા Tab. Famotidine  બપોરે જમ્યા બાદ Tab.B-Complex, Vitamin C તેમજ રાત્રે જમ્યા પહેલા Tab. Famotidine  લેવા જણાવવામાં આવ્યું છે. ઉપરાંત જો તાવ હોય તો tab.Paracetamol (500 mg) લેવી જોઈએ. પરંતુ એક દિવસમાં 4 થી વધુ પેરાસિટામોલ ન લેવી. અ દવાઓ સામાન્ય લક્ષણો ધરાવતા હોમ આઈસોલેટ દર્દીઓને લેવાની સલાહ છે.

પરંતુ જો વધારે તાવ આવે, ખુબ જ નબળાઈ લાગે, ચાલવામાં શ્વાસ ચઢે, ઓક્સીજન લેવલ 93% થી નીચે જાય તો, વધુ પડતી ઉલટીઓ થાય તો, શ્વાસ ચડે અને સુવામાં તકલીફ થાય તો ડોકટરોનો સંપર્ક કરવો જોઈએ.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular