Thursday, December 12, 2024
Homeરાજ્યજામનગરસ્વ. હેમતભાઈ રામભાઈ માડમ મેમોરિયલ ટ્રોફી સંપન્ન

સ્વ. હેમતભાઈ રામભાઈ માડમ મેમોરિયલ ટ્રોફી સંપન્ન

ઓપન ગુજરાત ટેનિસ બોલ ડે ક્રિકેટ ટૂર્નામેન્ટમાં રામ-એ-ગડુ ઈલેવન ચેમ્પિયન

- Advertisement -

ખબર-જામનગર
જામનગરના આહિર એકટીવ ગુ્રપ દ્વારા આહિર સમાજના ખેલાડીઓ માટે સ્વ. હેમતભાઈ રામભાઈ માડમ મેમોરિયલ ટ્રોફી 2021-22 ઓપન ગુજરાત ટેનિસ બોલ ડે ક્રિકેટ ટૂર્નામેન્ટ રોમાંચક ફાઈલ મેચ સાથે સફળતાપૂર્વક સમાપ્ત થઈ હતી.

- Advertisement -

તા.28 ડિસેમ્બર 2021 થી વિશાલ હોટલ સામે વસંત પરિવારની વાડીના મેદાનમાં આયોજિત આ ટૂર્નામેન્ટમાં આહિર સમાજની 78 ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જેમાં રામ-એ-ગડુ ઈલેવન અને અરમાન ઇલેવન-જામનગર વચ્ચે ભારે રસાકસી ભર્યા ફાઈનલ મેચમાં રામ-એ-ગડુ ઇલેવનનો વિજય થતા તે ટીમ ચેમ્પિયન થઈ હતી.

ફાઈનલ મેચ નિહાળવા તથા ત્યાર પછી યોજાયેલ ઇનામ વિતરણ સમારોહમાં સ્વ. હેમતભાઈ રામભાઈ માડમ મેમોરિયલ ટ્રસ્ટના પ્રમુખ તથા સંસદ સભ્ય પૂનમબેન માડમ તેમજ આહિર સમાજના અગ્રણીઓ ભરતભાઈ ચાવડા, હિતેશભાઈ પીંડારિયા, મશરીભાઈ નંદાણિયા, અનિલભાઇ વારોતરિયા, એડવોકેટ વી.એચ. કનારા, પ્રવિણભાઈ માડમ, કોર્પોરેટર કિશનભાઈ માડમ, કેશુભાઈ માડમ, રચનાબેન નંદાણીયા, લાભુબેન બંધીયા, રાહુલભાઈ બોરીચા, વિક્રમભાઈ બેલા, સવદાસભાઈ કરમુર, વશરામભાઈ રાઠોડ, ભીમશીભાઈ ચાવડા, દેવદાનભાઈ જારિયા, રાણાભાઈ રાવલિયા, રમેશભાઈ મારુ, મહેશભાઈ નંદાણિયા, રામશીભાઈ ગોરિયા, પરબતભાઈ ભાદરકા, રાજાભાઇ નંદાણિયા, ભરતભાઈ કવાડ, કેશુભાઇ લૈયા, વિજયભાઈ નંદાણિયા, કાળુભાઇ બંધીયા, ભાવેશભાઈ ગાગીયા, રામશીભાઈ ચાવડા, હમીરભાઈ નંદાણિયા, કારાભાઈ સુવા, પ્રભાતભાઈ કારેથા, વાલાભાઈ માલા, ચિરાગભાઈ વાંક, રામભાઈ દેથરિયા, દિપકભાઈ ચાવડા, મહેશભાઈ આહિર, રણમલભાઇ કાંબરીયા, આલાભાઈ જોગલ, ભીખાભાઈ સુવા, ભીમશીભાઈ કાંબરીયા, દેસુરભાઈ શિયાળ, જીગરભાઈ માડમ, જયભાઈ માડમ, મયુરભાઈ માડમ, જીતભાઈ માડમ, આશિષભાઈ માડમ વગેરે આહિર અગ્રણીઓ ઉપરાંત સમગ્ર ટુર્નામેન્ટના આયોજન માટે ગ્રાઉન્ડનો સહકાર પ્રાપ્ત થયો તેવા વસંત પરિવારના હેમતભાઈ વસંત તથા મિતલભાઈ વસંત વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.

- Advertisement -

ચેમ્પિયન ટીમ તથા રનર્સ અપ ટીમને આકર્ષક ટ્રોફી તથા રોકડ પુરસ્કાર તેમજ ઉપસ્થિત મહેમાનોના હસ્તે બન્ને ટીમોના ખેલાડીઓને ટ્રેકસુટ અને ટી-શર્ટ આપવામાં આવ્યાં હતાં. મેન ઓફ ધી સીરીઝ, મેન ઓફ ધી ફાઈનલ મેચ, બેસ્ટ બેટસમેન, બેસ્ટ બોલરના પુરસ્કારો આપવામાં આવ્યાં હતાં.

સંસદસભ્ય પૂનમબેન માડમે પ્રાસંગિક પ્રવચન કરી ખેલાડીઓને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતાં તેમજ સ્વ. હેમતભાઈ માડમની સ્મૃતિમાં સને 2008 થી પ્રતિ દર વર્ષે આહિર સમાજના ખેલાડીઓ માટે ક્રિકેટ ટૂર્નામેન્ટનું ખૂબ જ સુંદર આયોજન કરવા બદલ આહિર એકટીવ ગુ્રપના યુવા સદસ્યઓ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું સંચાલન અને આભાર દર્શન આનંદ માડમે કર્યુ હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular