Monday, December 23, 2024
Homeરાજ્યગુજરાતરાજયમાં લોખંડ ભંગારના વેપારીઓનું 285 કરોડનું બિલિંગ કૌભાંડ

રાજયમાં લોખંડ ભંગારના વેપારીઓનું 285 કરોડનું બિલિંગ કૌભાંડ

સ્ટેટ જી.એસ.ટી. વિભાગે 30 સ્થળોએ દરોડા પાડી ઉજાગર કર્યું કૌભાંડ : 17 જેટલા વેપારીઓના નામ સામે આવ્યા

- Advertisement -

જી.એસ.ટી. ચોરી સામે રાજયના જી.એસ.ટી. વિભાગ દ્વારા લોખંડ સ્ક્રેપના વેપારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. છેલ્લા કેટલાક દિવસોથી કરવામાં આવી રહેલી આ કાર્યવાહી દરમ્યાન 30 સ્થળોએ દરોડા પાડી રૂા. 285 કરોડનું બિલીંગ કૌભાંડ પકડી પાડવામાં આવ્યું છે. તેમજ આ કૌભાંડમાં સંડોવાયેલા 17 જેટલા વેપારીઓના નામ સામે આવ્યા છે. જેની સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- Advertisement -

સ્ટેટ જીએસટી વિભાગની અન્વેષણ વિંગ દ્વારા બોગસ બિલિંગ કરતા માસ્ટર માઇન્ડને શોધી તેઓની સામે ધરપકડ સહિતની કાર્યવાહી કડક હાથે કરવામાં આવી રહેલ છે. સામાન્ય રીતે બોગસ બિલીંગ માટે માસ્ટર માઇન્ડ (ઓપરેટર) દ્વારા જરૂરિયાતમંદ આર્થિક રીતે નબળા લોકોને નાણાકીય પ્રલોભન આપી તેઓના દસ્તાવેજો જેવા કે પાન કાર્ડ, આધાર કાર્ડ, ફોટો, લાઇટ બિલ વગેરે મેળવી બેંક ખાતાઓ ખોલાવી તેઓના નામે પેઢી ઉભી કરી બોગસ બિલિંગ કરવાના આશયથી જીએસટી નંબરો મેળવવામાં આવે છે.

તાજેતરમાં સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા ખોટી વેરાશાખ મેળવવા તેમજ ખોટી વેરાશાખ પાસઓન કરવામાં કરચોરીની શક્યતાના પગલે લોખંડ સ્ક્રેપના વેપાર સાથે સંકળાયેલ વેપારીઓના કુલ 30 જેટલા સ્થળોએ તાજેતરમાં તપાસની કામગીરી હાથ ધરવામાં આવેલ છે. જેમાં ભાવનગરના 10, રાજકોટના 12, સુરતના 7 અને અમદાવાદના 1 સ્થળનો સમાવેશ થાય છે. હાલમાં તમામ સ્થળોએ મળી આવેલ હિસાબી સાહિત્ય, ડીઝીટલ ડેટા અને ખરીદ વેચાણના વ્યવહારોની ચકાસણીની કાર્યવાહીમાં, આ કેસોમાં બોગસ બિલીંગ થયેલ છે કે કેમ તે અંગેની ઉડાણપૂર્વકની ચકાસણી હાથ ધરવામાં આવેલ. આ ચકાસણી દરમિયાન કુલ 17 જેટલી પેઢીઓ બોગસ બિલિંગની પ્રવૃત્તિમાં સંડોવાયેલ હોવાનું જણાયેલ છે. 6 કેસોમાં વધુ ચકાસણી માટે હિસાબી સાહિત્ય જપ્ત કરવામાં આવેલ છે. આ કેસોમાં અન્ય વ્યક્તિઓની સંડોવણી અંગેની તપાસની કાર્યવાહી પણ ચાલુમાં છે. અત્યાર સુધીની તપાસમાં કુલ રૂ. 285 કરોડના બોગસ બિલિંગના વ્યવહારો મળી આવેલ છે જેમાં રૂ.53 કરોડની વેરાશાખ પાસઓન કરવામાં આવેલ છે. વેરાશાખ ભોગવનારા બેની ફિશિયરીઓને શોધી વેરા વસુલાતની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તપાસ દરમ્યાન બોગસ બિલિંગની પ્રવૃત્તિમાં સંડોવાયેલ વેપારીઓની યાદીમાં વન ટેન સ્ટીલ-સુરત, ગોલ્ડ સોડા મશીન-ભાવનગર, એ.એચ. ઇમ્પેક્ષ-અમદાવાદ, મરીન લાઇન-ભાવનગર, જેપી એન્ટરપ્રાઇઝ-રાજકોટ, ભવ્ય એન્ટરપ્રાઇઝ-રાજકોટ, આલિયા સ્ક્રેપ-ભાવનગર, અબ્દુલ ટ્રેડર્સ-સુરત, સુરજ એન્ટરપ્રાઇઝ-રાજકોટ, ફર્સ્ટ ટ્રેડિંગ-સુરત, સહયોગ સ્ટીલ-રાજકોટ, એમ.ડી. એન્ટરપ્રાઇઝ-રાજકોટ, ગૌતમ એન્ટરપ્રાઇઝ-મોરબી, જેવી એન્ટરપ્રાઇઝ-રાજકોટ, વિશાલ ટ્રેડસ ર-સુરત, આર.એન. એન્ટરપ્રાઇઝ-સુરત, જગદીશ સ્ટીલ -રાજકોટનો સમાવેશ થાય છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular