Monday, December 23, 2024
Homeરાજ્યગુજરાતહવે વાહન માલિકો પોતાનો જૂનો નંબર રિટેઇન કરી શકશે

હવે વાહન માલિકો પોતાનો જૂનો નંબર રિટેઇન કરી શકશે

દિલ્હી અને પ.બંગાળની જેમ ગુજરાત પણ વ્હિકલ નંબર રિટેન્શનની પોલિસી બનાવશે

- Advertisement -

વાહન માલિક જો પોતાનુ વાહન વેચી નાખે અથવા તો સ્ક્રેપમાં આપી દે તો પણ તેના વ્હિકલનો નંબર પોતાના નામે યથાવત રાખી શક્શે અને આરટીઓ નવા વાહનમાં તે નંબર ફાળવશે.જો કે વાહન માલિક પોતાના વાહનનો જૂનો નંબર બે વખત જ તબદીલ કરી શક્શે. વાહન સ્ક્રેપમાં જશે તો પણ લાભ મળશે,જો કે વાહન ચાલક મહત્તમ બે વખત જ આ લાભ મેળવી શક્શે, જૂનું વાહન ખરીદનારને આ લાભ નહી મળે

- Advertisement -

એક અધિકારીએ કહ્યું હતુ કે દિલ્હી, ઉત્તરપ્રદેશ, પશ્ચિમ બંગાળમાં વ્હિકલ રજિસ્ટ્રેશન નંબર રિટેન્શનની પોલિસિ છે તે મુજબ ગુજરાત સરકારે પણ વ્હિકલ રજિસ્ટ્રેશન નંબર રિટન્શની પોલિસિ અમલમાં મુકી છે. આ પોલિસિ અંતર્ગત વાહન માલિક જ્યારે પોતાનુ વાહન અન્યને વેચે અથવા તો સ્ક્રેપમાં જવા દે તો તે વખતે વાહન માલિક જૂનો નંબર મેળવવા અરજી કરશે તો વાહન માલિકને તેના નવા વાહન માટે જૂનો નંબર ફાળવવામાં આવશે જ્યારે જૂનુ વાહન ખરીદનારને નવો નંબર ફાળવવામાં આવશે. જો કે આ પોલિસિ અંતર્ગત વાહન માલિક જો નવુ વાહન ખરીદે તો જ તેને રિટેન્શન પોલિસિનો લાભ મળશે. જો વાહન માલિક પોતાનું વાહન વેચીને સામે જૂનુ વાહન ખરીદશે તો આ લાભ નહી મળે. આ નિર્ણય એટલા માટે લેવામાં આવ્યો કે મોટાભાગના વાહન માલિકો પોતાના વાહનના નંબર સાથે અલગ-અલગ માન્યતા ધરાવતા હોય છે જેમ કે કોઇએ હજારો રૂપિયા ખર્ચીને હરાજીમાં વીઆઇપી નંબર મેળવ્યો હોય, કોઇ માટે લક્કી નંબર હોય, કોઇ માટે તે ધાર્મિક માન્યતા સાથે જોડાયેલો નંબર હોય છે એટલે વાહન માલિકો દ્વારા જૂનો નંબર યથાવત રાખવા માટે ઘણા લાંબા સમયથી માગ થઇ રહી હતી જેને ધ્યાને રાખીને આ નિર્ણય લેવાયો છે. જો કે હજુ તો સરકાર ગુજરાત માટેની અલગથી પોલિસિ બનાવશે, જાહેરનામુ બહાર પડશે તે પછી આ નિયમ અમલમાં આવશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular