જામનગરના પટેલ કોલોની વિસ્તારમાં રહેતા અને ખીરીમાં કોલસાની કંપની એ મગાવેલા કુકીંગ કોલસાને બદલે નબળી ગુણવતાનો કોલસો ધાબડી દઇ 10 લાખની છેતરપિંડી આચર્યાની ફરિયાદના આધારે પોલીસે તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના પટેલ કોલોની વિસ્તારમાં રહેતાં અને જોડિયા તાલુકાના ખીરીા ગામમાં શ્રીજી કોક એન્ડ એનજી પ્રા.લી.ના નોકરી કરતા ગૌરવ વ્યાસ નામના યુવાને ગાંધીધામથી કુકીંગનો કોલ મંગાવ્યો હતો.
આ કોલ જીજે-12-એઝેડ-4621 નંબરના ટે્રઇલરના ચાલક રામુ ક્રિષ્નામૂર્તિ ખીરી પહોંચાડવાનો હતો અને ટે્રઇલરમાં રૂા.3,36,042 ની કિંમતનો 39.34 ટન કોલસો જેની હાલની કિંમત રૂા.10,68,000 થાય છે તેવો કોલસો સપ્લાય કરવાને બદલે નબળી ગુણવતા વાળો કોલસો કંપનીને ધાબડી દીધો હતો. આ અંગેની જાણ થતા યુવાન દ્વારા જોડિયા પોલીસ સ્ટેશનમાં ટે્રઇલર ચાલક વિરૂધ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પીએસઆઈ ડી.પી. ચુડાસમા તથા સ્ટાફે પૂર્વ આયોજિત કાવતરુ રચી છેતરપિંડીનો ગુનો નોંધી ટે્રઇલર ચાલકની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.