Tuesday, January 14, 2025
Homeરાજ્યવ્યાજખોરના ત્રાસથી રેંટા કાલાવડના યુવાને ઝેર ગટગટાવ્યું

વ્યાજખોરના ત્રાસથી રેંટા કાલાવડના યુવાને ઝેર ગટગટાવ્યું

બે શખ્સો સામે ફરિયાદ: લાખો રૂપિયાની રકમ તથા પ્લોટ પડાવી લેવાના કારસા સાથે કોર્ટમાં કરી હતી ફરિયાદો

- Advertisement -

ભાણવડ તાલુકાના રેટા કાલાવડ ગામે રહેતા અને અગાઉ એલઆઇસી એજન્ટ તેમજ હાલ ટ્રેક્ટરના શોરૂમમાં નોકરી કરતા એક યુવાને તેમના જમીન-મકાનના વ્યવસાય તથા પ્લોટિંગની સ્કીમ દરમિયાન ત્રણ લાખ રકમ વ્યાજે લીધા બાદ બે શખ્સોની પઠાણી ઉઘરાણી તથા કોર્ટમાં કરેલી ફરિયાદો તથા જાનથી મારી નાખવાની ધમકીથી કંટાળી તેમણે આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેમાં બચી ગયેલા આ યુવાને આખરે વ્યાજખોરોના ત્રાસથી કંટાળી ભાણવડ પોલીસમાં ધોરણસર ફરિયાદ નોંધાવી છે.

- Advertisement -

આ સમગ્ર પ્રકરણની પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ ભાણવડ તાબેના રેટા કાલાવડ ગામે રહેતા સુરેશભાઈ ગોવિંદભાઈ કારેણા નામના 37 વર્ષના સગર યુવાને તેમની નોકરી સાથે જમીન-મકાનના વ્યવસાયમાં કેટલાક આસામીઓ સાથે વર્ષ 2013માં દાસારામ ડેવલપર્સ નામની એક પેઢીમાં અન્ય પાર્ટનર સાથે પ્લોટ અંગેની સ્કીમ મુકી અને તેના માસિક હપ્તા સાથેની બુકિંગ યોજનામાં તેમને પાર્ટનરશીપમાં મૌખિક કરાર મુજબ ચૂકવવાના થતા રૂપિયા ત્રણ લાખની રકમ સાડા ત્રણ ટકાના વ્યાજથી ભાણવડ તાલુકાના જામ રોજીવાડા ગામે રહેતા વશરામ કેસા પાથર નામના શખ્સ પાસેથી સાડા ત્રણ ટકાના દરથી લીધા હતા. જે બદલ તેણે સ્ટેટ બેન્કના ખાતાના કોરા ચેક આપ્યા હતા. વશરામભાઈને ફરિયાદી સુરેશભાઈએ થોડો સમય નિયમિત રીતે વ્યાજની રકમ ચૂકવ્યા બાદ આર્થિક સંકડામણના લીધે વધુ રકમ ચૂકવી ન શકતા વશરામભાઈએ તેમના સર્કલમાંથી રકમ મેળવી, દર માસે 10 ટકા વ્યાજની રકમ આપવી પડશે તેમ કહી 2017માં સુધી ફરિયાદી સુરેશભાઈ તોતિંગ રકમ ચૂકવી હતી.

વસરામ કેસાના પાર્ટનર ભાણવડ ખાતે રહેતા મનસુખ સવજી નકુમ પણ આ મિલીભગતમાં સામેલ હોવાથી બંને શખ્સોના માનસિક ત્રાસથી તેઓ કંટાળી ગયા હતા. તેમની પાસેથી આરોપી શખ્સોએ ચોક્કસ રકમની પ્રોમિસરી નોટ લખાવી અને ફરિયાદી સુરેશભાઈએ રૂપિયા છ લાખ ચેક મારફતે તથા રૂપિયા અઢી લાખ રોકડા આપ્યા હોવાનું પણ વધુમાં જાહેર થયું છે. આટલું જાણે ઓછું હોય, આરોપી શખ્સો દ્વારા કેટલાક પ્લોટોના દસ્તાવેજ પણ કરાવી લેવામાં આવ્યા હતા.

- Advertisement -

આટલું નહિ, તેમની પારિવારિક ભાઈઓ ભાગની 8 વીઘા જેટલી જમીન પણ તેઓને મેળવી લેવી હોય, આરોપી શખ્સો દ્વારા સુરેશભાઈને વિવિધ પ્રકારની ધમકીઓ આપવામાં આવી હતી. આ ઉપરાંત ભાણવડની કોર્ટમાં સુરેશભાઈ સામે ચેક રિટર્ન સહિતની જુદી જુદી આઠ ફરિયાદો પણ કરવામાં આવી હતી. લોક ડાઉન દરમિયાન કામ-ધંધા વગરના બની ગયેલા સુરેશભાઈને વ્યાજ વટાવનું લાયસન્સ ન હોવા છતાં પણ નાણા ધીરનાર મનસુખ સવજી નકુમ તથા વસરામ કેસા પાથર દ્વારા ત્રાસ તથા મારી નાખવાની ધમકીથી કંટાળીને સુરેશભાઈ કારેણાએ ગત તારીખ બીજી જાન્યુઆરીના રોજ કોર્ટની મુદત દરમિયાન હાજરી કોર્ટમાં હાજર ન રહેવા અંગે આરોપીઓ દ્વારા આપવામાં આવેલી ધમકીથી તેણે ઝેરી દવા પી લીધી હતી. પરંતુ સમયસર સારવાર મળતા તેઓ બચી ગયા હતા. દવા પીતા પહેલા તેમણે એક ચિઠ્ઠીમાં વ્યાજખોરોના ત્રાસ અંગેની વિગતો લખીને સાચવી રાખી હતી.

આશરે આઠેક વર્ષ પહેલા પૂર્વે માત્ર ત્રણેક લાખ જેટલી રકમ વ્યાજે લઈ અને તોતિંગ રકમની ચુકવણી પછી પણ આપવાની થતી મોટી રકમનું પઠાણી વ્યાજ તેમજ ધમકી સાથે આર્થિક રીતે પાયમાલ બની ગયેલા સુરેશભાઈએ આખરે કંટાળીને ભાણવડ પોલીસ મથકમાં મનસુખ તથા વશરામ ઉપરાંત સંડોવાયેલા મનાતા અન્ય શખ્સો સામે ભાણવડ પોલીસ મથકમાં આ સમગ્ર બનાવ અંગે ધોરણસર ફરિયાદ નોંધાવી છે. જેના અનુસંધાને પોલીસે આઈ.પી.સી. કલમ 386, 506, 114 તથા ગુજરાત નાણાં ધીરધાર અધિનિયમની જુદી-જુદી કલમ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ પીએસઆઈ એન.એચ. જોશી દ્વારા હાથ ધરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular