સિક્કામાં પોલીસ દ્વારા જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા છ શખ્સોને ઝડપી લઇ રૂા.5340 ની રોકડ રકમ કબ્જે કરી 8 શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, સિક્કામાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમતાયાસીન અલીભાઈ હુંદડા, ઇમરાન અબ્બાસ ખેડું, મુસ્તાક તાલબ હુંદડા, ઈબ્રાહીમ સાલેમામદ હુંદડા, હુશેન જુનશ મેપાણી, અકબર સાલેમામદ હુંદડા નામના છ શખ્સોને રૂા.5340 ની રોકડ રકમ સાથે ઝડપી લીધા હતાં. તેમજ રેઈડ પૂર્વે હનીફ અલી સંઘાર તથા અસગર અબ્બાસ પાલાણીનામના બે શખ્સો નાશી ગયા હતાં. જેથી પોલીસે કુલ 8 શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.