શીખ સમુદાયના 10માં ગુરુ ગુરુ ગોવિંદસિંહની આજે જન્મજયંતી છે. ગુરુ ગોવિંદ સિંહની 356મી જન્મજયંતીની જામનગરમાં શીખ સમુદાય દ્વારા સાદગી પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. જેના ભાગરૂપે જી.જી.હોસ્પિટલમાં ગુરુ ગોવિંદસિંહની તસ્વીરને ફુલહાર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત તા. 7 ના રોજ પ્રારંભ થયેલા અખંડ પાઠ સાહેબ ની આજરોજ પુર્ણાહુતી થઇ હતી.
તેમજ શબ્દ કીર્તન સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. કોરોનાના વધતા સક્રમણ અને સરકારની ગાઈડલાઈનને ધ્યાને લઇ લંગર નું આયોજન રદ્દ કરવામાં આવ્યું હતું.