તાજેતરમાં પંજાબ ગયેલા પ્રધાનમંત્રીની સુરક્ષા વ્યવસ્થામાં ક્ષતિ મામલે ભાજપના આગેવાનોમાં રોષ ભભૂકી રહ્યો છે. ત્યારે જામનગરમાં પણ જામનગર શહેર ભાજપ દ્વારા ચાંદી બજાર નજીક ગાંધીજી ની પ્રતિમા પાસે ધરણા યોજી વિરોધ વ્યક્ત કર્યો હતો. આ તકે પૂર્વ મંત્રી અને ધારાસભ્ય આર.સી.ફળદુ, શહેર ભાજપ પ્રમુખ ડૉ.વિમલભાઈ કગથરા, મેયર બીનાબેન કોઠારી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન મનીષભાઈ કટારીયા, શહેર ભાજપ મહામંત્રી પ્રકાશભાઈ બાંભણીયા, મેરામણભાઈ ભાટુ, શાશક પક્ષના નેતા કુસુમબેન પંડયા, કોર્પોરેટરો ક્રિશ્નાબેન સોઢા, ડીમ્પલબેન રાવલ, દિવ્યેશભાઈ અકબરી ઉપરાંત ભાવીશાબેન ધોળકિયા સહિતના ભાજપના હોદેદારો, કોર્પોરેટરો, આગેવાનો વગેરે જોડાયા હતા.