જામનગર શહેરમાં જૂના રેલવે સ્ટેશન પાસે ભીમવાસમાં રહેતાં યુવાને અગમ્યકારણોસર તેના ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જામનગર શહેરના ભીમવાસ શેરી નં.1 વિસ્તારમાં રહેતાં મોહનભાઈ સોમાભાઇ રાઠોડ (ઉ.વ.45) નામના યુવાને ગુરૂવારે રાત્રિના સમયે તેના ઘરે અગમ્યકારણોસર ગળેફાંસો ખાઈ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ યુવાનને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની મૃતકના પુત્ર મહેશભાઇ દ્વારા જાણ કરાતા હેકો પી.કે. વાઘેલા તથા સ્ટાફે હોસ્પિટલે પહોંચી જઇ મૃતદેહને પીએમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી હતી.