Monday, December 15, 2025
Homeરાજ્યવડાપ્રધાનની દીર્ઘાયુ માટે ખંભાળિયા ભાજપા દ્વારા પૂજન-અર્ચના

વડાપ્રધાનની દીર્ઘાયુ માટે ખંભાળિયા ભાજપા દ્વારા પૂજન-અર્ચના

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના તાજેતરના પંજાબ ખાતેની રેલી તથા કાર્યક્રમ દરમિયાન કોઈ ચોક્કસ કારણોસર સુરક્ષા વ્યવસ્થામાં ચૂક થવાના કારણે તેમના જીવન ઉપરની સંભવીત આફત ટળી જતા દેશની જનતાએ રાહતનો દમ ખેંચ્યો છે.

- Advertisement -

કોંગ્રેસ શાસિત પંજાબ રાજ્યમાં બનેલી આ ઘટના બાદ ખંભાળિયા સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તરફે લાગણી વ્યક્ત કરી, મહામૃત્યુંજય જાપ તેમજ પૂજનના કાર્યક્રમનું આયોજન કર્યું હતું.

જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ મહામંત્રી મયુરભાઈ ગઢવી તથા ખંભાળિયા શહેર ભાજપ પ્રમુખ અનિલભાઈ તન્નાના વડપણ હેઠળ સંકીર્તન મંદિર ખાતે ખાસ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ઉપસ્થિત આગેવાનો તથા કાર્યકરોએ વડાપ્રધાન મોદીની દીર્ધાયુની પ્રાર્થના કરી હતી.

- Advertisement -

આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ મહામંત્રી મયુરભાઈ ગઢવી, શહેર પ્રમુખ અનિલભાઈ તન્ના, પિયુષભાઈ કણજારીયા, જગુભાઈ રાયચુરા, હિનાબેન આચાર્ય, જીગ્નેશ પરમાર, હિતેશભાઈ ગોકાણી, મહેશ રાડિયા, અરજણભાઈ ગાગિયા, હાર્દિક મોટાણી, મુકેશ કાનાણી, હસમુખભાઈ ધોળકીયા, સહિતના કાર્યકરોએ પૂજન-અર્ચન કર્યા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular