જામનગર રમત-ગમત ક્ષેત્રે ખૂબ ખ્યાતિ પ્રાપ્ત કરે છે. ત્યારે જામનગરના ગૌરવમાં નગરની દિકરીએ વધારો કર્યો છે. જામનગરની જેકુરબેન સોની ક્ધયા વિદ્યાલયમાં ધો. 11માં અભ્યાસ કરતી તેજસ્વીની હિતેષભાઇ ભટ્ટે બેડમિન્ટનમાં વિવિધ સ્પર્ધાઓ જીતી જામનગરનું ગૌરવ વધાર્યું છે.
તેજસ્વીનીએ અમદાવાદ ખાતે યોજાયેલ પાકા ઓલ્મિપિક અંડર-19 સિંગલમાં અને પાકા ઓલ્મિપિક ઓપન વુમન્સમાં પ્રથમ ક્રમ હાંસલ કરી રાજ્યસ્તરે શહેરનું ગૌરવ વધાર્યું છે. તેજસ્વીની જામનગર સુમેર કલબ ખાતે સૌરાષ્ટ્ર-કચ્છ રેંકીંગ અંડર-19 સિંગલમાં તૃતિય અને ડબલ્સમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી ચૂકી છે. આ ઉપરાંત વડોદરા ખાતે બીએફએ પ્રેસિડેન્સી કપ અંડર-19 ગર્લ્સ ડબલમાં દ્વિતિય, ઓપન વુમન્સ તથા ડબલમાં પ્રથમ, અમદાવાદ ખાતે બેલવેડર ક્ધટ્રી કલબ (અદાણી) અંડર-19 ગર્લ્સ સિંગલમાં વિજેતા અને ગુજરાત બેડમીન્ટન એસોસિએશન ભાવનગર ખાતે સ્ટેટ ચેમ્પિયનશીપ ઓપન વુમન્સ ડબલ્સમાં તૃતિય ક્રમ જેવી સિધ્ધિઓ હાંસલ કરી ચૂકી છે. ઔદિચ્ય નથુ તુલસી ગોહિલવાડ જ્ઞાતિ અને જામનગર શહેરનું ગૌરવ વધારનાર તેજસ્વીનીને બ્રહ્મ અભ્યુધ્ય સેવા સંસ્થા જામનગર દ્વારા સન્માનિત કરવામાં આવી હતી.