કોરોનાના સંક્રમણ વધતાં હાલમાં મુસાફરોની સંખ્યા પણ ઘટી રહી છે. ત્યારે જામનગર-મુંબઇ જતી ફલાઇટને આજે મર્જ કરી જામનગર-રાજકોટ વચ્ચે ઉડાન ભરી હતી.
કોરોનાના કેસો વધતા હોય જેના કારણે મુસાફરોની સંખ્યા ઘટી રહી છે. જેને ધ્યાને લઇ એર ઇન્ડિયા દ્વારા મુંબઇ-જામનગર-રાજકોટ રૂટને મર્જ કરી દેવામાં આવ્યો છે. મુંબઇથી સવારે 11 વાગ્યે ટેકઓફ થયેલી ફલાઇટ બપોરે 12:10 કલાકે જામનગર પહોંચ્યા બાદ બપોરે 12:45 વાગ્યે જામનગરથી ટેકઓફ થઇ બપોરે 12:15 વાગ્યે રાજકોટ પહોંચી રાજકોટથી મુંબઇ રવાના થઇ હતી. ગઇકાલે એર ઇન્ડિયા દ્વારા રાજકોટથી અમદાવાદ થઇ મુંબઇ ફલાઇટ પહોંચી હતી.