જામનગર શહેરના ગુલાબનગર ક્રિષ્ના પાર્ક વિસ્તારમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા પાંચ મહિલાઓને પોલીસે રૂા.31500 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જામનગરમાં સમર્પલ સર્કલ નજીક જાહેરમાં મોબાઇલ દ્વારા લૂડો ગેમ રમી પૈસાની હારજીત કરતા ચાર શખ્સોને પોલીસે રૂા.16000 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતાં.
જૂગાર દરોડાની વિગત મુજબ, પ્રથમ દરોડો જામનગર શહેરમાં ગુલાબનગર વિસ્તારમાં આવેલા ક્રિષ્નાપાર્કમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમાતો હોવાની બાતમીના આધારે સ્થાનિક પોલીસે રેઈડ દરમિયાન પાંચ મહિલાઓને રૂા.31500 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. બીજો દરોડો, જામનગર શહેરના સમર્પણ સર્કલથી મહાકાલી સર્કલ જવાના માર્ગ પર જાહેરમાં મોબાઇલ ફોનના લૂડો ગેમ દ્વારા જૂગાર રમી પૈસાની હાર જીત કરતા મનસુર રામજી પરેસા, દિપક પાલા માતંગ, વિજયસિંહ દેવીસિંહ જાડેજા, વિરજી વશરામ પારિયા નામના ચાર શખ્સોને રૂા.6000 ની રોકડ રકમ અને 10 હજારની કિંમતનો મોબાઇલ મળી કુલ રૂા.16000 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.