જામનગર શહેરમાં જુદા-જુદા સ્થળોએ મોબાઇલની ચોરી આચરનાર તસ્કર અંગેની બાતમીના આધારે એલસીબીની ટીમે ગાંધીનગર બુ્રુકબોન્ડના મેદાનમાંથી પાંચ ચોરાઉ મોબાઇલ સાથે એક શખ્સને ઝડપી લઇ પૂછપરછ હાથ ધરતા અન્ય તસ્કરની સંડોવણી ખુલ્લી હતી.
મળતી વિગત મુજબ, જામનગર શહેરમાં મોબાઇલ ચોરીમાં સંડોવાયેલા તસ્કર અંગે એલસીબીના દિલીપ તલાવડિયા અને હિતેન્દ્રસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસવડા નિતેશ પાંડેયની સૂચનાથી પીઆઈ એસ. એસ. નિનામા, પીએસઆઈ આર.બી. ગોજિયા, કે.કે. ગોહિલ, બી.એમ. દેવમુરારી તથા માંડણભાઈ વસરા, સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, અશ્વિનભાઈ ગંધા, દિલીપભાઈ તલવાડિયા, હિરેનભાઈ વરણવા, ભગીરથસિંહ સરવૈયા, હરદીપભાઈ ધાધલ, વનરાજભાઈ મકવાણા, ધાનાભાઈ મોરી, યશપાલસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા, અશોકભાઈ સોલંકી, ખીમભાઈ ભોચિયા, નિર્મળસિંહ જાડેજા, યોગરાજસિંહ રાણા, બળવંતસિંહ પરમાર, લખમણભાઈ ભાટીયા, સુરેશભાઇ માલકિયા, એ.બી. જાડેજા તથા ધર્મેન્દ્રસિંહ જાડેજા સહિતના સ્ટાફે વોચ ગોઠવી મહેન્દ્ર શુકલભાઈ વઢીયાર નામના શખ્સને ઝડપી લીધો હતો.
એલસીબીની ટીમે મહેન્દ્રની પાસેથી રૂા.67 હજારની કિંમતના પાંચ નંગ ચોરાઉ મોબાઇલ ફોન મળી આવતા કબ્જે કર્યા હતાં અને પૂછપરછ હાથ ધરતા મહેન્દ્રએ મેઘરાજ લેખરાજ પરમાર નામના શખ્સ સાથે મળીને મોબાઇલ ચોરી આચર્યાની કેફિયત આપી હતી તેમજ એક વર્ષ પહેલાં ગોકુલનગર પાણાખાણમાંથી લાલ કલરનો મોબાઇલ, આઠ માસ પહેલાં તીરૂપતિ સોસાયટીમાં બાઇકમાંથી મોબાઇલ, એક માસ પહેલાં ખોડિયાર કોલોની શાકમાર્કેટ પાસેથી રીક્ષામાંથી એક મોબાઇલ અને દશ દિવસ પહેલાં ગાંધીનગરમાં ઈલેકટ્રીકની દુકાનમાંથી મોબાઇલની ચોરી આચર્યાની કબુલાત આપી હતી તેમજ ચાર ચોરાઉ સહિત પાંચ મોબાઇલ પોલીસે કબ્જે કરી અન્ય તસ્કર મેઘરાજ લેખરાજ પરમારની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.