કાલાવડ તાલુકાના ટોડા ગામની સીમમાં આવેલા ખેતરના સેઢે અજાણી મહિલાએ તાજી જન્મેલી નવજાત બાળકીને તરછોડી દઇ નાશી ગઈ હતી. આ બનાવમાં પોલીસે અજાણી વ્યક્તિ વિરૂધ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, કાલાવડ તાલુકાના ટોડા ગામની સીમમાં આવેલી લાધાભાઈ નસીરના ખેતરના સેઢે બુધવારે સાંજના સમયે કોઇ અજાણી વ્યક્તિ તાજી જન્મેલી નવજાત બાળકીને તરછોડીને જતુ રહ્યું હતું. આ અંગેની જાણ થતા કનકસિંહ દ્વારા પોલીસમાં જાણ કરાતા પીએસઆઈ એચ.વી. પટેલ તથા સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને બોરડીના ઝાડના તરછોડેલી નવજાત બાળકીનો કબ્જો સંભાળી સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવી હતી અને પોલીસે આજુબાજુમાં લોકોની પૂછપરછ કરી અજાણી વ્યક્તિ વિરૂધ્ધ ગુનો નોંધી શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.