Tuesday, December 24, 2024
Homeરાષ્ટ્રીયટાસ્કફોર્સના વડાએ કહ્યું, ત્રીજી લહેર આવી ગઇ

ટાસ્કફોર્સના વડાએ કહ્યું, ત્રીજી લહેર આવી ગઇ

મહાનગરોમાં વધી રહેલા કેસ તેની સાબિતી

- Advertisement -

શું દેશમાં કોરોનાની ત્રીજી લહેરે બારણે ટકોરા મારી દીધા છે? તેને લઈને અનેક આશંકાઓ મજબૂત થવા લાગી છે. કોવિડ ટાસ્ક ફોર્સના પ્રમુખ ડો. એન.કે.અરોડાએ જણાવ્યું હતું. કે મહાનગરોમાં કોરોનાના કુલ કેસોમાં 75 ટકા કેસ ઓમિક્રોનના આવી રહ્યા છે. આથી સ્પષ્ટ થાય છે કે દેશના મોટા શહેરોમાં સ્પષ્ટ રીતે કોરોનાની ત્રીજી લહેર આવી ચુકી છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે 15 થી 18 વર્ષના કિશોર માટે કોવેકિસન પુરી રીતે સુરક્ષિત છે. ડો. એન. કે. અરોડાએ જણાવ્યું હતું કે મુંબઈ, દિલ્હી, અને કોલકાતા જેવા મોટા શહેરોમાં લહેર સંક્રાપક વેરિએન્ટ ઓમિક્રોન મોટાભાગના કેસો આવી રહ્યા છે.

- Advertisement -

દેશમાં ઓમિક્રોનના કુલ કેસોનાથી 75 ટકા દિલ્હી, મુંબઈ અને કોલકાતામાં જ બહાર આવ્યા છે. કોવિડ ટાસ્ક ફોર્સના પ્રમુખે જણાવ્યું હતું કે જીનોમ સિકવેન્સીંગ હિસાબે વળ કરીએ તો ગત સપ્તાહમાં રાષ્ટ્રીય સ્તરે બધા વેરિએન્ટમાંથી 12 ટકા કેસ ઓમિક્રોનના મળી આવ્યા છે. પણ ગત સપ્તાહે તેનું પ્રમાણ 28 ટકા સુધી પહોંચી ગયું છે. બરોડાએ આગળ જણાવ્યું કે ઓમિક્રોન કોરોનાના બીજા વરિએન્ટની તુલનામાં ઘણી ઝડપથી પણ પેસારો કરી રહ્યો છે.

પુરી પરિસ્થિતિ ધ્યાનમાં લઈએ તો ઓમિક્રોન જ વધુ સારવાર થઈ ગયો છે. છેલ્લા 4-5 દિવસમાં મળેલા આંકડા આ બાબતનો ઈશારો કરે છે. ડો.અરોડાએ વધુમાં જણાવ્યું હતું કે દેશમાં ઓમિક્રોનના 1700 જેટલા કેસ અધિકૃત રીતે નોંધાયા છે. મહારાષ્ટ્રમાં આ વેરિએન્ટના સૌથી વધુ 510 કેસ નોંધાયા છે એટલું જ નહીં. દેશમાં કોરોનાના કેસમાં પણ 22 ટકાનો વધારો થયો છે. એમકે અરોડાએ 15 થી 18 વર્ષના કિશોરોને રસીકરણને લઈને વ્યકત કરાતી ચિંતાઓને પણ ફગાવી દેતા જણાવ્યું હતું કે કિશોરોનું રસીકરણ પુરી રીતે સુરક્ષિત છે.

- Advertisement -

કોરોનવા વધતા કેસોને પગલે પશ્ર્ચિમ બંગાળની મમતા સરકારે રાજયમાં આંશિક લોકડાઉન લાહ્યું છે. બિહારમાં સતર્કતા અને સખ્તાઈ વધારાઈ છે ચૂંટણી પંચે રાજ યમાં યોજાનારી નિગમની ચૂંટણીમાં રોડ-શો,રેલી પર પ્રતિબંધ લગાવી દીધો છે. બંગાળમાં વધતું શૈક્ષણિક સંસ્થાઓ પ્રાણી સંગ્રહાલયો, ભીડ પોળા સ્થળોને બંધ કરી દેવાયા છે. લોકલ ટ્રેનો 50 ટકા યાત્રીઓ સાથે દોડશે એમિક્રોનના ફેલાવવાને પગલે મધ્યપ્રદેશ જયોતિલિંગ મહાકાલ મંદિરના ગર્ભગૃહ અને નંદી મંડળમાં 10 જાન્યુઆરી સુધી ભકતોની પ્રવેશબંધી કરાઈ છે. બીજી બાજુ કેન્દ્રીય મંત્રી મહેન્દ્રનાથ પાંડે કોરોના પોઝીટીવ જાહેર થયા છે.તો બિહારના મુખ્યમંત્રી નીતિશકુમારના જનતા દરબારમાં 14 લોકો કોરોના પોઝીટીવ જાહેર થયા હતાં. કોલકાતામાં નેશનલ મેડિકલ કોલેજના 70, ચિતરંજન સેવા સદન અને શિશું સદન હોસ્પિટલમાં 24 તબીબો અને રિજયોનલ ઈન્સ્ટિટયુટ ઓફ ઓપ્શેલ્મોલાજીના 12 તબીબો 24 કલાકમાં જ સંક્રમિત થયા હતા. ઉપરાંત કોલકાતા વિમાન મથકે 16 યાત્રીઓ કોરોમાં સંક્રમિત જાહેર થયા હતાં. કોરોનાના વધતા કેસને પગલે ઝારખંડના મુખ્યમંત્રીએ રાજયમાં 15 જાન્યુઆરી સુધી સ્કૂલ, કોલેજ ,કોસીંગ ઈન્સ્ટિટયુટ પાર્ક, પ્રાણી સંગ્રહાલય સ્વીમીંગ પુલ, સ્ટેડિયમ બંધ કરી દીધા છે બધી સરકારી અને ખાનગી ઓફિસોમાં 50 ટકા કર્મચારીઓથી સંચાલિત થશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular