Wednesday, December 25, 2024
Homeરાજ્યજામનગરએસવીઈટી કોલેજમાં વેક્સિનેશન કેમ્પ યોજાયો

એસવીઈટી કોલેજમાં વેક્સિનેશન કેમ્પ યોજાયો

તરૂણોના વેક્સિનેશનને આવકારતું વિશ્ર્વાત્મા ચાઇલ્ડ એન્ડ વુમન ડેવલોપમેન્ટ કાઉન્સિલ

- Advertisement -

તા 3 જાન્યુઆરીથી 15 થી 18 વર્ષના તરૂણો માટે વેક્સિનનો પ્રારંભ થયો છે. તે મુજબ આજરોજ એસ.વી.ઈ.ટી. કોમર્સ એન્ડ બીબીએ કોલેજ જામનગર ખાતે વિદ્યાર્થીઓ માટે બેડીબંદર આરોગ્ય કેન્દ્ર દ્વારા કોવેક્સિન રસીકરણનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં લગભગ 150 જેટલા વિદ્યાર્થીઓને રસી મુકવામાં આવી હતી. કોલેજના ચેરમેન ડો. રાજેન્દ્ર માલવીયા, પ્રિન્સીપાલ ડો. રિચાર્ડ રેમેડિયસ, ડો. ગૌરાંગ ત્રિવેદી પ્રો. દિપા સોની, ડો. સ્વાતિ ભેસદડીયા, પ્રો. શ્રીજા નાયર, પ્રો. પૃથ્વીરાજસિંહ જાડેજા, પ્રો. કેયુર સોલાણી તથા બેડીબંદર આરોગ્ય કેન્દ્રની ટીમે જહેમત ઉઠાવી હતી.

- Advertisement -

15 થી 18 વર્ષના તરૂણોને કોરોના પ્રતિરોધક રસી આપવાનો પ્રારંભ કરાયો છે. સરકારના આ નિર્ણયને વિશ્ર્વાત્મા ચાઇલ્ડ એન્ડ વુમન ડેવલોપમેન્ટ કાઉન્સિલના સેક્રેટરી વૈશાલીબેન રાયઠઠ્ઠા તથા પ્રમુખ કિરણબેન ચંદારાણાએ આવકાર્યો છે. તેણે વધુમાં જણાવ્યું છે કે, વિદ્યાર્થી સુરક્ષિત રહેશે. તો શાળા અને પરિવાર પણ સુરક્ષિત રહેશે. આથી દરેક વાલીઓએ તેમના બાળકોને આ રસી અપાવવી જોઇએ તેમ સંસ્થાની યાદી જણાવે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular