Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયCCTV : ટ્રેન જોઈને આત્મહત્યા કરવા પાટા પર સુઈ ગયો યુવક, છતાં...

CCTV : ટ્રેન જોઈને આત્મહત્યા કરવા પાટા પર સુઈ ગયો યુવક, છતાં જીવ બચી ગયો

- Advertisement -

મુંબઈના શિરડી રેલ્વે સ્ટેશન પર રેલ્વે ટ્રેક પર આત્મહત્યા કરવાની એક વ્યક્તિની કોશિશ નિષ્ફળ થઈ ગઈ હતી. રેલવે મંત્રાલય દ્વારા સોશિયલ મીડિયા પર આ ઘટનાના CCTV શેર કરવામાં આવ્યા છે. જેમાં જોઈ શકાય છે કે એક યુવક સામેથી આવતી ટ્રેનને જોઈને ટ્રેક પર સુઈ જાય છે પરંતુ લોકલ ટ્રેનના મોટરમેનની સાવધાનીના પરિણામે તે બચી જાય છે. કારણકે યુવકને ટ્રેક પર સૂતેલો જોઈને  પાયલટે ઇમર્જન્સી બ્રેક લગાવી દીધી. તેને લીધે ટ્રેન તાત્કાલિક પાટા પર અટકી ગઈ. અને બાદમાં સુરક્ષાકર્મીઓ પણ ત્યાં પહોચી ગયા અને યુવકનો જીવ બચી ગયો.

- Advertisement -

 

- Advertisement -

રેલ્વે મંત્રાલય દ્વારા ટ્વીટર પર આ વિડીઓ શેર કરીને લખ્યું છે કે મોટરમેન દ્વારા પ્રશંસનીય કામગીરી: મુંબઈના શિરડી સ્ટેશન પર, મોટરમેને એક વ્યક્તિને ટ્રેક પર પડેલો જોયો, તેણે તત્પરતા અને સમજણથી ઇમરજન્સી બ્રેક લગાવીને તે વ્યક્તિનો જીવ બચાવ્યો.તમારું જીવન અમૂલ્ય છે, ઘરમાં કોઈ તમારી રાહ જોઈ રહ્યું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular